ક્રાઈમ

ફરાર પાકા કામના કેદીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી

આજીવન કેદની સજા ભોગવતા ફર્લો રજા પરથી ફરાર પાકા કામના કેદીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ.

ઇન્ચાર્જ પોલીસ મહાનિરિક્ષકશ્રી શ્રી એમ.એસ.ભરાડા વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓની સુચના અનુસંધાને પો.સ.ઇ.શ્રી બી.ડી.વાઘેલાનાઓના માર્ગદર્શન હેઠળ ભરુચ પેરોલ ફર્લો સ્કોર્ડ ની ટીમના માણસો પેરોલ, ફર્લો, વચગાળાના જામીન, પોલીસ જાપ્તા તથા જેલમાંથી ફરાર કેદી/આરોપીઓ પકડવા સારૂ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના પો.કો. રાકેશભાઇ ચંદુભાઇ નાઓને ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે સ્પે. પોક્સો નં. ૫૩/૧૬ ભરૂચ શહેર સી ડીવી પો.સ્ટે. ગુ.ર.નં. । ૧૦૯/૨૦૧૬ ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬ પોક્સો કલમ ૪ ના ગુન્હા સબબ આજીવન કેદની સજા ભોગવતા પાકા કેદી નં. ૮૪૪૧૬ સંજયભાઇ અરવિંદભાઇ વસાવા રહે. મુ-૫૭, બોરીદ્રા ફળીયુ, ગોવાલી, તા.ઝઘડીયા, જી.ભરૂચનાની ફર્લો રજા મંજુર થતા તા.૧૫/૦૭/૨૦૨૧ નારોજ દિન-૧૪ની ફર્લો રજા પર મુક્ત કરવામાં આવેલ અને ફર્લો રજાની મુદત પુરી થતા કેદીએ તા.૩૦/૦૭/૨૦૨૧ના રોજ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતું પરંતું હાજર ન થતા ફરાર થઈ ગયેલ. જે કેદીને આજરોજ તા.૦૪/૦૮/૨૦૨૧ નારોજ ઝાડેશ્વર ચોકડી ભરૂચ ખાતેથી હસ્તગત કરવામાં આવેલ છે. અને હાલની કોરોના વાયરસ (COVID-19) મહામારી ની પરિસ્થિતિ ના કારણે સંક્રમણ અટકાવવા સારૂ તેમજ આરોપી નો COVOD-19 ટેસ્ટ કરાવવા સારૂ તેમજ આગળની કાર્યવાહી કરવા ભરૂચ શહેર સી ડીવી પો.સ્ટે. સુપ્રત કરવામાં આવેલ છે.

ઉપરોકત કામગીરી ભરૂચ પેરોલ ફર્લો સ્કોડના પો.સ.ઇ. બી.ડી.વાઘેલા તથા અ.હે.કો. ઇન્દ્રવદન કનુભાઇ તથા અ.હે.કો. નિલેશભાઇ નારસિંગભાઇ તથા પો.કો. રાકેશભાઇ ચંદુભાઇ તથા પો.કો. ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ તથા પો.કો. શિવાંગસિંહ પ્રતાપસિંહ નાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है