
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ નર્મદા, સર્જન વસાવા.
નર્મદા: દેડીયાપાડા તાલુકામાં આ વર્ષનો વરસાદ જીલ્લામાં ધમાકેદાર શરૂઆત આજ દિન સુધી યથાવત છે, અતિભારે નાં પુર દ્વારા નદીઓનાં નાળા અને કોઝવે તૂટી જવા પામ્યા હતાં જેથી નર્મદા જીલ્લામાં અનેકો ગામ સંપર્ક વિહોણા બની ગયા હતાં, લોકોને ઘણી હાલાકીઓ ભોગવી પડી હતી, જનજીવન પાછુ લાઈન પર લાવવા માટે પુરના પાણી ઓછરી જતાં નેચરલ વિલ્લેજ ગ્રૂપ – નર્મદા ના યુવા મિત્રો આવ્યાં પીડિત ગામ લોકોનાં વાહરે,
દેડીયાપાડા તાલુકાના કણજી ગામની દેવ નદી પરનો કોઝવે ભારે વરસાદનાં પુર માં તૂટી જતા રસ્તો બંદ થઈ ગયો હતો જેના કારણે ખેડૂતો અને વાહન ચાલકો સંપર્ક વિહોણા થઇ જતાં સ્થાનિક સામાજિક યુવા ભરત. એસ તડવી(NVG) અને સરપંચ શ્રી.અનિરુદ્ધ ભાઈ વસાવા એ તાલુકા રોડ બાંધ કામ વિભાગ માં સમસ્યાની રજૂઆત કર્યા બાદ નાના તૂટેલા કોઝવે માં માટી અને રેતી પુરાણ કરી કાચા રસ્તા ચાલુ કરવા માટે તાલુકા બાંધકામ વિભાગ ના એન્જિનિયર સતિષભાઈ વસાવા એ સ્થળ પર મુલાકાત લઈ કામગીરી ચાલુ કરાવી હતી અને સ્થાનિક ગ્રામ્ય આગેવાન સોમાભાઈ કમજીભાઈ તડવી અને નેચરલ વિલ્લેજ ગ્રૂપ – નર્મદા ના યુવા મિત્રો સાથે રહી સ્થાનિક 4 નાના કોઝવે ને સાફ સફાઈ કરી પાણીને સંપૂર્ણ વેગ આપી રસ્તા સુધારા કરી 32 દિવસ થી 8,300 સંપર્ક વિહોણા થયેલા ખેડૂતો ને રસ્તો ચાલુ કરવાની કામગીરી હાથ ધરી હતી.