ક્રાઈમ

પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી

છેલ્લા દોઢ વર્ષથી અંકલેશ્વર શહેર પો.સ્ટે.ના ગણનાપાત્ર પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ

પોલીસ મહાનિરિક્ષકશ્રી એમ.એસ.ભરાડા વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓની સુચના અનુસંધાને જીલ્લા તથા જીલ્લા બહારના નાસતા-ફરતા તથા વોન્ટેડ આરોપી પકડવા સારૂ પો.સ.ઇ. શ્રી બી.ડી.વાઘેલા નાઓના માર્ગદર્શન હેઠળ ભરુચ પેરોલ ફર્લો સ્કોર્ડ ની ટીમના માણસો ભરૂચ શહેર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી બાતમી હકિકત આધારે અંકલેશ્વર શહેર પો.સ્ટે. પાર્ટ – C FIR No. 11199004200833/2020 પ્રોહી એક્ટ કલમ ૬૫ એ ઈ, ૯૮(૨), ૮૧ મુજબના ગુન્હામાં પોલીસ ધરપકડથી નાસતા ફરતા આરોપી મહેન્દ્રસિંહ નટવરસિંહ પઢીયાર રહે. સંભોઈ, મહાદેવ ફળીયું, તા.કરજણ જી.વડોદરા નાને આજે તા.૧૮/૧૨/૨૦૨૧ નારોજ સંતોષી વસાહત ભરૂચ ખાતેથી હસ્તગત કરવામાં આવેલ છે. તેમજ આગળની કાર્યવાહી કરવા સારૂ ભરૂચ શહેર બી ડીવી પો.સ્ટે. સુપ્રત કરવામાં આવેલ છે.

ઉપરોકત કામગીરી ભરૂચ પેરોલ ફર્લો સ્કોડના અ.હે.કો. ઇન્દ્રવદન કનુભાઇ કે તથા પો.સે શવાંગસિંહ પ્રતાપસિંહ ના મા તથા પો.કો. ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ તથા પો.કો. શિવાંગસિંહ પ્રતાપસિંહ નાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है