ક્રાઈમ

પ્રોહીબિશનની હેરાફેરી કરતા મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી. તાપી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

 હુન્ડાઇ વેરના કારમાં પ્રોહીબિશનની હેરાફેરી કરતા પ્રોહી જથ્થા સાથે કુલ કિ.રૂ.૧,૩૩,૦૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી. તાપી, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી: 

પોલીસ મહાનિરીક્ષકશ્રી, સુરત વિભાગ, સુરત તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી, તાપીનાઓ દ્વારા પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા બુટલગેરો પર તથા નાસતા ફરતા આરોપીઓ અને શરીર/મિલકત સબંધિત ગુન્હાઓ ડીટેકટ કરી કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ જે અનુસંધાને (૧) આજરોજ શ્રી આર.એમ.વસૈયા, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી.તાપી નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી, પી.એમ.હઠલા એલ.સી.બી. તાપીનાઓ એલ.સી.બી. તાપીના પોલીસ માણસો સાથે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં નિકળેલ હતા.

તે દરમ્યાન અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ તથા અ.પો.કો. રાહુલભાઇ દિગંબરભાઇ નાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળેલ કે “એક સિલ્વર કલરની હુન્ડાઇ કંપનીની વેરના કાર નં.-GJ-08-CK-8845 મા બે ઇસમો મહારાષ્ટ્રના નવાપુરથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી હાઇવે પરથી પસાર થઇ સુરત તરફ જનાર છે “ જે બાતમી આધારે મોજે. સોનગઢ, નવા આરટીઓ પર અલગ અલગ છુટાવાયા ટીમમાં વોચમાં રહેતા ઉચ્છલ તરફથી ઉપરોક્ત બાતમી વર્ણનવાળી હુન્ડાઇ કંપનીની સિલ્વર કલરની વેરના કાર આવતા તેને તમો પોલીસે ખાનગી વાહનોની આડાસ કરી આયોજન પૂર્વક કોર્ડન કરી રોકતા વાહન ચાલકે પોતાનુ કબ્જાનુ વાહન ઉભું રાખી દીધેલ તથા સદર ફોર વ્હીલ ગાડી ચેક કરતા તેમા ભારતીય બનાવટની વિદેશી દારૂની બાટલીઓ ભરેલ હોય આરોપી- (૧) પ્રદિપભાઇ લખુમલભાઇ વાધવા, ઉવ. ૩૬ હાલ રહે. રંગભવન સામે મફતનગર સિંધુનગર ભાવનગર તા.જી.ભાવનગર મુળ રહે. પોપટપરાની બાજુમા સિવમપાર્ક-૩ રેલનગર પાર્થ સ્કુલ પાસે રાજકોટ શહેર (૨)અમિતભાઇ સુરેશભાઇ સાહિત્ય ૩૧૩૬ રહે. દુર્ગા કોલ ડીપો જુનુ સિંધુનગર ભાવનગર તા.જી.ભાવનગર નાએ વગર પાસપરમીટે પોતાના કબ્જાની હુન્ડાઇ વેરના કાર નં. GJ-08-CK-8845, આશરે કિ.રૂ.૫૦,૦૦૦/- ની મા ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી કુલ બોટલ નંગ-૫૦ જેની કુલ કિં.રૂ! ૭૩,૦૦૦/- ના પ્રોહી મુદ્દામાલની હેરાફેરી કરતા પોતાના મોબાઇલ ફોન નંગ-૦૨ આશરે કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૩૩,૦૦૦/- ના પ્રોહી મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધમાં પ્રોહી એકટ કલમ- ૬૫ઇ, ૮૧, ૯૮(૨) મુજબ કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી સારૂ વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

કામગીરી કરનાર ટીમ: 

પો.સ.ઇ.શ્રી,પી.એમ.હઠીલા, એલ.સી.બી.તાપી તથા અ.હે.કો. જગદિશ જોરારામ બ.નં.-૩૮૮, અ.હે.કો.જયેશભાઇ લીલકીયાભાઇ બ.નં.-૬૫૪ અ.હે.કો.અનિરૂધ્ધસિંહ દેવસિંહ બ.નં.૭૧૬, અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ બ.ન.૩૭૩, અ.પો.કો.રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ બ.નં.૯૦૭, તથા પેરોલ સ્કોર્ડ, તાપીના અ.પો.કો. રાહુલભાઇ દિગંબરભાઇ બ.નં.૭૪૦, અ.પો.કો. દિપકભાઇ સેવજીભાઇ બ.નં.-૭૧૪ નાઓએ કામગીરી કરેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है