
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જન વસાવા
ડેડિયાપાડાના ધારાસભ્ય એ ગ્રીષ્માં વેકરીયા ની હત્યામાં ન્યાય અપાવવા બાબતે મુખ્યમંત્રીને લખ્યો પત્ર;
“બેટી પડાઓ બેટી બચાવો” એ સ્લોગન ફક્ત કહેવા ખાતરજ છે: ધારાસભ્ય મહેશ વસાવા
સુરત નાં કામરેજ માં થયેલ ૨૧ વર્ષીય વિદ્યાર્થીની ગ્રીષ્માં વેકરીયા નું નરાધમ દ્વારા જાહેરમાં ગળું કાપી હત્યા કરી દેવામાં આવી હતી,એ વિડિયો સોશ્યલ મીડિયા માં વાયુવેગે ફેલાયો હતો,જે જોતા ગુજરાતમાં ”બેટી પડાઓ બેટી બચાવો ” એ ફક્ત કહેવા ખાતરજ છે.
સોશિયલ મીડિયામાં વિડીયો જોતા લાગ્યું કે ઘણા લોકો ગ્રીષ્માં વેકરીયા ને બચાવવા પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ કોઈ નજીક જાય તો છોકરીને નરાધમ મારી નાખશે એવી બીક થી નજીક નથી જઇ રહ્યા, પરંતુ સ્પાઇડરમેન કે ભગવાન હોત તો છોકરી ને બચાવી શકત, કાતો મારી પાસે સરકાર માન્ય લાયસન્સ વાળી બંદૂક (રિવોલ્વર) હોત તો સટિક નિશાના થી નરાધમને સમય સૂચકતા વાપરીને એ નરાધમને ગોળી મારીને દીકરી ગ્રીષ્માં વેકરીયા ને બચાવી શકતા.
આ ઘટના જોયા બાદ ડેડિયાપાડાના ધારાસભ્ય એ ઘણું દુઃખ વ્યક્ત કર્યું હતું, જેથી કરીને ભવિષ્યમાં આવી કોઈ પણ મા-બહેન કે બેટી સાથે આવી અનિચ્છનીય ઘટના ન બને તે માટે આવા નરાધમ સામે સખતમાં સખત પગલાં ભરી ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ને નરાધમને એક મહિનામાં ફાંસીની સજા આપી ગ્રીષ્માં વેકરીયા, અને એમના પરિવારને અને માનવતાને ન્યાય મળે એવી કાર્યવાહી કરવા મુખ્યમંત્રીને પત્ર લખીને ભલામણ કરી છે.