ક્રાઈમ

પ્રોહિબીશનના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી

પોલીસ મહાનિરિક્ષકશ્રી હરિકૃષ્ણ પટેલ સાહેબ વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓની સુચના અનુસંધાને તેમજ પોલીસ અધિક્ષકશ્રી તરફથી જીલ્લમાં રાખવમાં આવેલ નાસતા-ફરતા આરોપી પકડવા અંગેની ડ્રાઇવ અન્વયે તથા જીલ્લાના પો.સ્ટે.માં પકડવા પર બાકી રહેલ આરોપી શોધી કાઢવા અંગે પો.સ.ઇ.શ્રી બી.ડી.વાઘેલા નાઓના માર્ગદર્શન હેઠળ ભરુચ પેરોલ ફર્લો સ્કોર્ડ ની ટીમના માણસો અંકલેશ્વર શહેર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી આધારે ભરૂચ તાલુકા પો.સ્ટે. પાર્ટ -C FIR No. 11199011200450/2020 lal એક્ટ કલમ ૬૫ એ ઇ, ૯૮(ર), ૮૧, ૮૩મુજબના ગુનાના કામના વોન્ટેડ આરોપી:- અવિનાશભાઇ ઉર્ફે અવેશ અશોકભાઇ વસાવા રહે. મોદી ફળીયું, નવા કાસીયા, તા.અંકલેશ્વર જી.ભરૂચનાને આજરોજ તા.૨૬/૧૦/૨૦૧૭ નારોજ હસ્તગત કરવામાં આવેલ છે. અને હાલની કોરોના વાયરસ (Covid-19) મહામારી ની પરિસ્થિતિ ના કારણે સંક્રમણ અટકાવવા સારૂ તેમજ આરોપી નો Covid-19 ટેસ્ટ કરાવવા સારૂ તેમજ આગળની કાર્યવાહી કરવા ભરૂચ શહેર સી ડીવીપો.સ્ટે. સુપ્રત કરવામાં આવેલ છે.

ઉપરોકત કામગીરી ભરૂચ પેરોલ ફર્લો સ્કોડના અ.હે.કો. ઇન્દ્રવદનભાઈ કનુભાઇ તથા પો.કો. રાકેશભાઇ ચંદુભાઇ તથા પો.કો. અનિલભાઇ દિતાભાઇ તથા પો.કો. શિવાંગસિંહ પ્રતાપસિંહ તથા પો.કો. ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ નાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है