શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
સુબીરનાં વાહુટીયા ગામ ખાતે પુત્રએ લાકડીનાં સપાટા મારી પિતાની કરપીણ હત્યા કરી, સમગ્ર પંથકમાં ચકચાર:
સાપુતારા: ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાના વાહુટીયા ગામ ખાતે નજીવી બાબતે માતા પિતા નો ઝઘડો થયો હતો. જેમાં પિતાએ માતાને માર માર્યો હતો. જેની અદાવત રાખી પુત્ર એજ પોતાના પિતાની હત્યા કરી નાખી. ત્યારે આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાના વાહુટીયા ગામ ખાતે રહેતા બુધ્યાભાઈ શીવરામભાઈ પવાર (ઉ.વ.પર) અને તેમની પત્ની ગુંતીબેન વચ્ચે સવારનાં અરસામાં બકરીનો ઘાસચારો લાવવા બાબતે સામાન્ય બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. બંને પતિ – પત્ની વચ્ચે ઝગડો થતા પતિ બુધ્યાભાઈ પવારે પત્ની ગુંતીબેનને માર માર્યો હતો. જેની અદાવત રાખી આ તેમના પુત્ર મંગળ્યાભાઈ બુધ્યાભાઈ પવાર (ઉ.વ.૨૦) એ પિતાને કહ્યુ હતુ કે, ” મારી મમ્મીને કેમ માર મારેલ છે.” તેમ કહી પુત્રએ પિતાને ઉપરા છાપરી શરીરે લાકડીના સપાટા માર્યા હતા. તેમજ ઢીક્કા મુક્કીનો માર મારવામાં આવ્યો હતો. ત્યારે પિતાને શરીરના અન્ય ભાગે તથા માથાના ભાગે ગુપ્ત ઈજાઓ પહોંચી અને સ્થળ પર જ મોત નિપજ્યુ હતુ. જે બનાવની જાણ આહવા પોલીસની ટીમને થતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. હાલમાં ફરિયાદી સાપતિબેન પવારે આરોપી મંગળ્યાભાઈ બુધ્યા પવાર સામે આહવા પોલીસ મથકમાં ગુનો નોંધાવતા આહવા પોલીસની ટીમે આરોપી મંગળ્યા પવારને કસ્ટડીમાં લઇ તેની સામે હત્યા અંગેનો ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પત્રકાર: પ્રદીપ ગાંગુર્ડે ગ્રામીણ ટુડે ન્યુઝ, સાપુતારા (ડાંગ)