શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
સાગબારાના કોડબા ગામેથી પાઉડરની બોરીઓ નીચે સંતાડી લઈ જવાતો વિદેશી દારૂ એલસીબીએ ઝડપી પાડયો;
આઇસર ટેમ્પો વિદેશી દારૂનો મુદ્દામાલ સહિત રૂ.૧૭.૬૧ લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓ ઝડપાયા;
નર્મદા જિલ્લાના સાગબારા પો.સ્ટે.ના કોડબા ગામના બસ સ્ટેન્ડ પાસેથી આઇસર ટેમ્પામાં મોઇશ્વર સફેદ પાઉડરની પ્લાસ્ટીકની બોરીના બોક્ષ નીચે ઇગ્લીશ દારૂની સંતાડી હેરાફેરી કરતાં કુલ્લે કિ.રૂ.૧૭,૬૧,૬૫૦/-ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડી એલ.સી.બી. નર્મદા દ્વારા મોટી કાર્યવાહી કરાઇ છે.
જે.બી.ખાંભલા, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નર્મદાને બાતમી મળેલ કે આઇસર ટેમ્પો નં. GJ.31 T.4962 માં ઇગ્લીશ દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે જેથી એલ.સી.બી. પીએસઆઇ ટીમ સાથે ડેડીયાપાડા પો.સ્ટે. વિસ્તારમાં ચોરીની તપાસમાં હોય જેથી તેઓને બાતમીથી વાકેફ કરતા કોડબા ગામના બસ સ્ટેન્ડ પાસે નાકાબંધી કરી ચોક્કસ બાતમીવાળો આઇસર ટેમ્પો આવતા તેને રોકી અંદર બેસેલ ડ્રાઇવર નામ-ઠામ પુછતા તેમણે પોતાનું નામ સિધ્ધાર્થ મુકેશભાઇ તડવી રહે.દરબાર રોડ,વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસે, રાજપીપલા, તા.નાંદોદ, જી.નર્મદા તથા સાથે બેસેલ ઇસમનું નામઠામ પુછતા તેણે પોતાનું નામ મલેક રમીઝખાના નાસીરખાન રહે.આરબ ટેકરા, દરબાર રોડ, રાજપીપલા, તા.નાંદોદ જી.નર્મદાનું હોવાનું જણાવેલ તેમજ સદર આઇસર ટેમ્પાની ઝડતી તપાસ કરતાં મોઇશ્વર સફેદ પાઉડરની પ્લાસ્ટીકની બોરીના ખાખી કલરના પુઠાના બોક્ષ નીચે ઇગ્લીશ દારૂના બોક્ષ સંતાડીને હેરાફેરી કરતાં જણાઇ આવતા હોય જેથી આ બાબત તેમને પુછપરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ નહી આપતા હોય જેથી આઇસર ટેમ્પો તથા તેમાં રહેલ મોઇશ્ચર પાઉડરની બેગ તથા ઇંગ્લીશ દારૂના બોક્ષ તથા અન્ય પરચુરણ ચીજ વસ્તુઓ મળી કુલ્લે કિ.રૂ.૧૭,૬૧,૬૫૦/-નો મુદ્દામાલ કબજે કરી ગુનાના કામે આરોપીઓને હસ્તગત કરી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી સાગબારા પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા