
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ , 24×7 વેબ પોર્ટલ
સાગબારા: નવ વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ નો પ્રયાસ બૂમાબૂમ કરતા નરાધમ ભાગી ગયો;
સાગબારા તાલુકામાં નદી કિનારે રમતી નવ વર્ષની માસૂમ બાળકીને જોઈ નરાધમની દાનત બગડી;
નર્મદા જિલ્લામાં મહિલા અત્યાચારની ઘટના સામે આવી રહી છે. તેમાં પણ બાળકીઓ સાથે દુષ્કર્મ અને શારીરિક અડપલાંની ઘટનાઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે.
ત્યારે નર્મદા જીલ્લાના સાગબારા ખાતે હવે વધુ એક ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના એક ગામમાં નવ વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મની કોશિશ કરવામાં આવી હતી. સાગબારા પોલીસ મથકે હવસખોર આરોપી સામે પોક્સો અને એસ્ટ્રોસિટી એકટ હેઠળનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે પોક્સો અને એટ્રોસિટીની ફરિયાદ નોંધી સાગબારા તાલુકાના એક ગામની આ નવ વર્ષની બાળકી નદી કિનારે રમતી હતી. ત્યાં તેને એકલી જોઈ સેલંબા ગામના આંબાવાડી ફળિયામાં રહેતા મહેમુદ દગડુ મન્સૂરીના મનમાં હવસનો કીડો ઉપડતાં બાળકીને પકડી તેની સાથે દુષ્કર્મની કોશિશ કરી હતી. જોકે બાળકીએ બૂમાબૂમ કરતા સ્થાનિકો દોડી આવ્યા હતા. જેથી નરાધમ ભાગી ગયો હતો. પોલીસે મહેમુદ દગડુ મન્સૂરી સામે પોક્સો અને એટ્રોસિટીની ફરિયાદ નોંધી તેની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા



