શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી
પોલીસ મહાનિરિક્ષકશ્રી હરીકૃષ્ણ પટેલ સાહેબ વડોદરા રેન્જ , વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓની સુચના અનુસંધાને તેમજ પોલીસ મહાનિર્દેશક શ્રી સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત ગાંધીનગર નાઓ તરફથી પેરોલ ફર્લો , વચગાળાના જામીન , પોલીસ જાપ્તા તથા જેલમાંથી ફરાર કેદી – આરોપીઓ ઝડપી પાડવા સારૂ સ્પેશયલ રાખવામાં આવેલ હોય તેમજ જીલ્લા તથા જીલ્લા બહારના નાસતા – ફરતા આરોપીઓ પકડવા કવાયત હાથ ધરેલ તે અનુસંધાને પો.સ.ઇ.શ્રી બી.ડી. વાઘેલા નાઓના માર્ગદર્શન હેઠળ ભય પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમના પોલીસ માણસો ઉમલ્લા પો.સ્ટે . વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી આધારે નર્મદા જીલ્લાના આમલેથા પો.સ્ટે . ગુ.ર.નં. પાર્ટ – B ૧૧૮૨૩૦૨૬૨૦૦૦૮૪/૨૦૨૦ જુ.ધા.ક. ૧૨ મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી- મોગલભાઇ રાયસિંગભાઇ વસાવા રહે . ડભાલ તા . ઝઘડીયા જી.ભરૂચ નાને તા .૦૨ / ૧૧ / ૨૦૨૦ નારોજ ડભાલ ગામેથી હસ્તગત કરવામાં આવેલ છે . અને હાલની કોરોના વાયરસ ( COVID – 19 ) મહામારી ની પરિસ્થિતિ ના કારણે સંક્રમણ અટકાવવા સારૂ તેમજ આરોપી નો COVOD – 19 ટેસ્ટ કરાવવા સારૂ તેમજ આગળની કાર્યવાહી કરવા સારૂ ઉમલ્લા પો.સ્ટે . સુપ્રત કરવામાં આવેલ છે .
ગુનાહિત ઇતિહાસ
સદર આરોપીની ઇ – ગુજકોપ એપ્લીકેશનની મદદથી ગુનાહિત ઇતિહાસની ચકાસણી કરતા નીચે મુજબના ગુન્હાઓ દાખલ થયેલાની હકિકત મળી આવેલ છે .
( ૧ ) ઉમલ્લા પો.સ્ટે . ગુ.ર.નં. III ૨૦૮/૨૦૧૮ પ્રોહી . એક્ટ કલમ ૬૫ ઇ મુજબ
( ર ) રાજપારડી પો.સ્ટે . ગુ.ર.નં. I ૧૬/૨૦૧૬ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબના ચોરીના ગુન્હામાં પકડાયેલ છે .
ઉપરોકત કામગીરી ભરૂચ પેરોલ ફર્લો સ્કોડના અ.હે.કો. મગનભાઈ દોલાભાઇ તથા અ.હે.કો. નીલેશભાઇ નારસિંગભાઇ તથા પો.કો. અનિલભાઇ દિતાભાઇ તથા પો.કો. ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ તથા પો.કો. શિવાંગસિંહ પ્રતાપસિંહ તથા નાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે .