શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
દેડીયાપાડા ટાઉન માંથી ગણનાપાત્ર જુગારનો કેસ શોધી કાઢતી દેડીયાપાડા પોલીસ;
શ્રી એમ.એસ.ભરાડા ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વડોદરા વિભાગ વડોદરા તથા શ્રી હિમારસિહ પોલીસ અધિક્ષક સા.શ્રી. નર્મદા તથા ના.પો.અધિક્ષકશ્રી. રાજેરા પરમાર સાહેબનાઓએ પ્રોહી-જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આધારે સર્કલ પોલીસ ઇન્સપેક્ટર શ્રી પી.પી.ચૌધરી સા.શ્રી નાના સુપરવિઝન હેઠળ પો.સ.ઇ.શ્રી એચ.વી.તડવી તથા પોસ.ઇ.શ્રીએ.એન.પરમાર નાઓ તથા બીજા પોલીસ સ્ટાફના માણસો સાથે પોસ્ટમાં હાજર હતા તે દરમ્યાન અ.હે.કો.મહેન્દ્રભાઈ નવરભાઇ બ.નં.૭૨૩ તથા અ.હે.કો. મોતીરામભાઇ સંજયભાઇ બ.નં.૩૮૦ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીક્ત આધારે સ્ટાફના પોલીસ માણસો તથા પોના માણસો સાથે મોજે દેડીયાપાડા ટાઉનમાં ઘાણા ફળીયામાં રહેતા અર્જુનભાઇ ચીમનમાઇ વસાવા નાઓના ઘરના પાછળના ભાગે આવેલ ખુલ્લી જગ્યામાં જાહેરમાં પત્તા-પાનાનો હારજીતનો જુગાર રમતા ચાર આરોપીઓ
૧) રવિન્દ્રભાઇ મુળજીભાઈ વસાવા રહે.નિવાલ્દા ટેવાઇ ફળીયું તાદેડીયાપાડા જી.નર્મદા
(૨) શંકરભાઇ વિરજીભાઇ વસાવા રહે. નિવાલ્દા ટેવાઇ ફળીયું તા.દેડીયાપાડા જી.નર્મદા (૩) અર્જુનભાઇ ચીમનભાઇ વસાવા રહે. દેડીયાપાડા ઘાણા ફળીયું તા.દેડીયાપાડા જી.નર્મદા (૪) કમલેશભાઇ ગોવિંદભાઇ વસાવા રહે.નિવાલ્દા ટેવાઇ ફળીયું તા. દેડીયાપાડા જી.નર્મદા નાઓ રેઇડ દરમ્યાન મળી આવી પકડાઇ ગયેલ હોય અને પક્ડાયેલ આરોપીઓની અંગઝડતી દરમ્યાન જુદા જુદા દરની નોટો મળી આવેલ જુદા જુદા દરની ચલણી નોટો મળી રોક્ડા કુલ ૨૧૦:૫૭૦- તથા દાવ ઉપરથી મળી આવેલ રોકડ રકમ રૂ.૨૨૦૦- મળી કુલ રોકડ રૂ.૧૨,૭૭૦- તેમજ મોબાઇલ નંગ-૩ કિ.રૂ.૩૦૭ તથા ગંજી પન્ન-પાના નંગ-પર કિ.રૂ.૦૦૦ મળી કુલ કિં.રૂ.૧૫,૭૩૦- ના જુગારના મુદ્દામાલ સાથે મળી આવેલ હોઇ તેમજ આરોપી વિકાશભાઇ વિજયભાઇ વસાવા રહેનિવાલ્દા મિશન ફળીયું તા.દેડીયાપાડા જી.નર્મદા નાનો રેઇડ દરમ્યાન નાસી ગયેલ હોય જેથી ઉપરોક્ત તમામ આરોપીઓ વિરુધમાં દેડીયાપણા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ પરવામાં આવેલ છે.