ક્રાઈમ

ડેડીયાપાડા અને સાગબારા પોલીસે છ મહિના દરમિયાન ઝડપાયેલો ૩૭,૨૮૦૦૦/- નાં વિદેશી દારૂ નો કરાયો નાશ:

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

ડેડીયાપાડા અને સાગબારા પોલીસે છ મહિના દરમિયાન ઝડપાયેલો ૩૭,૨૮૦૦૦/- નાં વિદેશી દારૂ ઉપર બુલડોઝર ફેરવ્યું;

પ્રાંત અધિકારી, નશાબંધી અધિકારી, Dy Sp શ્રી.રાજેશ પરમાર ની હાજરીમાં કરાયો વિદેશી દારૂનો નાશ;

રાજ્યમાં દારૂનું વેચાણ કરવું અને સેવન કરવું તેના પર પ્રતિબંધ છે, એમ છતાં દર વર્ષ ગુજરાતમાં કરોડોની કિંમતમાં દારૂના જથ્થા ઝડપાતા હોય છે. ત્યારે આજે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા અને સાગબારા તાલુકામાં છેલ્લા ૬ મહિના દરમિયાન ઝડપાયેલો વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.

નામદાર કોર્ટના હુકમથી પ્રાંત અધિકારી, નશાબંધી અધિકારી, Dy Sp શ્રી.રાજેશ પરમાર ની હાજરી માં ડેડીયાપાડા ના કંકાલા ખાતે બે પોલીસ સ્ટેશન ડેડીયાપાડા અને સાગબારા પોલીસ ના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો, બંને પોલીસ સ્ટેશન સંયુક્ત થઈને કુલ ૩૭,૨૮૦૦૦/- ના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.  

ડેડીયાપાડા પાસે આવેલા કંકાલા રોડ પરના ખરાબાની ખુલ્લી જગ્યામાં આજે વિદેશી દારૂની પેટીઓ ખુલ્લી કરી ગોઠવવામાં આવી હતી. જ્યાં જવાબદાર અધિકારીઓની હાજરીમાં બુલડોઝર ફેરવી વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.

જેમાં ડેડીયાપાડા પ્રાંત અધિકારી , નશાબંધી અધિકારી, Dy Sp રાજેશ પરમાર, ડેડીયાપાડા મામલતદાર, ડેડીયાપાડા અને સાગબારા પોલીસ સ્ટેશનના પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है