ક્રાઈમ

ડાંગ LCBનો ધડાકો: ગ્રામિણ બેંકમાંથી ચોરાયેલ મોબાઇલ સાથે આરોપી ઝડપાયો

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

ડાંગ LCBનો ધડાકો: ગ્રામિણ બેંકમાંથી ચોરાયેલ મોબાઇલ સાથે આરોપી ઝડપાયો

દિનકર બંગાળ, વઘઈ: ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલી ગ્રામિણ બેંકમાંથી ચોરાયેલ મોબાઇલની ઘટનાનો ડાંગ લોકલ ક્રાઇમ બ્રાન્ચે સફળતાપૂર્વક ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ડાંગ જિલ્લા પોલીસ વડા પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં બનતા અનડિટેક્ટ ગુનાઓને પ્રાથમિકતા સાથે ઉકેલવા તેમજ નાસતા ફરતા અને વોન્ટેડ આરોપીઓને ઝડપવા માટે પોલીસ તંત્રને કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.જી. અનડકટ તથા તેમની ટીમે માનવ સૂત્રો અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી.

આ દરમિયાન આહવા પોલીસ મથકે નોંધાયેલ મોબાઇલ ચોરીના ગુનાની તપાસ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે ચોરી કરેલો મોબાઇલ સાથે એક શખ્સ આહવા બસ સ્ટેશન નજીક આસમાની રંગનું શર્ટ પહેરીને ફરતો જોવા મળ્યો છે. મળેલી માહિતીના આધારે એલ.સી.બી.ની ટીમે તરત જ બસ સ્ટેશન વિસ્તારમાં ચેકિંગ શરૂ કર્યું હતું.

તપાસ દરમિયાન વર્ણન મુજબનો એક ઇસમ શંકાસ્પદ હાલતમાં મળી આવતા પોલીસે તેને રોકીને પૂછપરછ કરી હતી. તપાસ કરતા તેની પાસેથી ઓપ્પો કંપનીનો ગોલ્ડન કલરનો મોબાઇલ ફોન મળી આવ્યો હતો. મોબાઇલ અંગે સંતોષકારક જવાબ ન મળતા પોલીસે વધુ સઘન પૂછપરછ હાથ ધરી હતી.

યુક્તિપૂર્વક પૂછપરછ કરતા આરોપીએ પોતાનું નામ જયેશભાઇ સોનુભાઇ કુંવર (ઉંમર 36 વર્ષ), રહે. ઝરણ ગામ, તા. સુબીર, જી. ડાંગ હોવાનું જણાવ્યું હતું. આગળ પૂછપરછમાં તેણે આ મોબાઇલ આહવા ટાઉન ખાતે આવેલી ગ્રામિણ બેંકમાંથી ચોરી કરી લાવ્યાનું સ્વીકાર્યું હતું.

પોલીસ દ્વારા મોબાઇલ અંગે ચકાસણી કરતા જાણવા મળ્યું હતું કે આ જ મોબાઇલ ચોરીમાં ગયેલો હતો. પોલીસે આશરે રૂ. ૧૪,૦૦૦ જેટલી કિંમતનો મોબાઇલ કબજે કરી આરોપીની અટકાયત કરી હતી.

પછી આરોપીને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે આહવા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. ડાંગ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલી આ સફળ કામગીરીથી જિલ્લામાં ચોરીના ગુનાઓ પર નિયંત્રણ લાવવામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है