ક્રાઈમ

ડાંગમાં તસ્કરોનો ત્રાસ: આહવા સરદાર બજાર સામે દિન-દહાડે મોટરસાઇકલ ગાયબ

ડાંગમાં કાયદો-વ્યવસ્થાની પોલ ખુલી: જાહેર રોડ પરથી પળવારમાં ગાયબ થઈ મોટરસાઇકલ

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ ૨૪x૭ વેબ પોર્ટલ

ડાંગમાં તસ્કરોનો ત્રાસ: આહવા સરદાર બજાર સામે દિન-દહાડે મોટરસાઇકલ ગાયબ

ડાંગમાં કાયદો-વ્યવસ્થાની પોલ ખુલી: જાહેર રોડ પરથી પળવારમાં ગાયબ થઈ મોટરસાઇકલ

જિલ્લામાં વધતી ચોરીની ઘટનાઓથી લોકોમાં રોષ, તસ્કરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ:

દિનકર બંગાળ, આહવા: આહવા નગરમાં તસ્કરોનો આતંક ફરી એકવાર ચમક્યો છે. જાહેર માર્ગ પર પાર્ક કરેલી મોટરસાઇકલ પળવારમાં ગાયબ થઈ જતાં નગરજનોમાં ભય અને અસુરક્ષાની લાગણી વ્યાપી ગઈ છે. દિન દહાડે બનેલી આ ચોંકાવનારી ઘટનાએ કાયદો-વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઊભા કર્યા છે.

પોલીસ સૂત્રોના અનુસાર, ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ગોંડલવિહિર ગામના રહેવાસી કિશનભાઈ કામડીની માલિકીની મોટરસાઇકલ, જે વર્ષ ૨૦૧૧માં રૂ. ૨૫,૦૦૦માં ખરીદવામાં આવી હતી, છેલ્લા પાંચ વર્ષથી તેમના કુટુંબી જશુભાઈ ઉપયોગમાં લઈ રહ્યા હતા.

૨૬ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ સવારે આશરે ૧૧ વાગ્યે જશુભાઈ કામસર આહવા પહોંચ્યા હતા. તેમણે પોતાની મોટરસાઇકલ (GJ-15-AJ-7519) સરદાર બજાર સામે જાહેર રોડ પર નિર્દોષ રીતે પાર્ક કરી હતી. બજારમાં કામકાજ પૂર્ણ કરીને કામમાં વ્યસ્ત તેઓ બસ સ્ટેશને પોહચીને બસમાં બેસી પોતાના ગામ તરફ રવાના થયા હતા. પરંતુ અચાનક બીજા દિવસે સવારે મોટરસાઇકલ નજરે ન પડતાં ચિંતાનો માહોલ સર્જાયો.

જ્યારે તેમને યાદ આવ્યું કે બાઈક આહવા ખાતે જ રહી ગઈ છે, ત્યારે તેઓ તાત્કાલિક સરદાર બજાર વિસ્તારમાં દોડી ગયા હતા. છતાં આસપાસ શોધખોળ કરવા છતાં બાઈકનો કોઈ અતા-પતા મળ્યો નહોતો. સતત સાતથી આઠ દિવસ સુધી બેચેન બની શોધખોળ કર્યા બાદ અંતે સ્પષ્ટ થયું કે કોઈ અજાણ્યા તસ્કરે દિવસ દહાડે જ હાથ સાફ કરી દીધો હતો.

આ ઘટનાને પગલે મૂળ માલિક દ્વારા અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એન. ચૌધરીએ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૩(૧) હેઠળ ગુનો નોંધી સઘન તપાસનો દોર શરૂ કર્યો છે.

પોલીસે આસપાસના CCTV ફૂટેજ ખંગોળવાની કામગીરી હાથ ધરી છે તેમજ શંકાસ્પદ તત્વોની પૂછપરછ શરૂ કરી છે. આહવા નગરમાં વધતી ચોરીની ઘટનાઓને કારણે નાગરિકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે અને તસ્કરો સામે કડક પગલાં ભરવાની માંગ જોર પકડી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है