
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ગરુડેશ્વર તાલુકા ના ઝરવાણીથી માથાસર અને કણજી ગામને જોડતા 10 કીમી ના રસ્તાનું થયું ખાતમુહૂર્ત કરાયુ, આ રસ્તો આઝાદી પછી પહેલી વાર બનવા જઈ રહ્યો છે. ત્યારે ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
ગરુડેશ્વર તાલુકાના ઝરવાણી થી દેડીયાપાડા તાલુકાના માથાસર અને કણજી ગામને જોડતો રસ્તો રૂપિયા 29.77 કરોડના ખર્ચે આશરે 10 કી.મી.ના રસ્તાનું ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા, છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા, નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા, જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામ પટેલ, તેમજ માજી મંત્રી શબ્દશરણ તડવીના હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યુ હતું. સાથે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન, ન્યાય સમિતિના ચેરમેન દિનેશભાઇ તડવી, ગરુડેશ્વર તાલુકા ભાજપા પ્રમુખ શ્રવણ તડવી, જય પ્રકાશ તડવી, પદમ બાબુ તડવી,ઝરવાણી સરપંચ સોમાભાઈ વસાવા, માથાસર સરપંચ સોમાભાઈ વસાવા તથા ગ્રામજનો જોડાયા હતાં.
આદિવાસી પટ્ટીનાં માથાસર અને ઝરવાણીના લોકોની રસ્તો બનાવવાની માંગ આઝાદી પછી પહેલી વાર પુરી થશે. ગુજરાત સરકારના પૂર્વ વનમંત્રી શબ્દશરણ તડવીએ જણાવ્યું હતું કે આ રસ્તો બનવાથી આસપાસના હજારો આદીવાસીઓ ધંધા રોજગાર અર્થે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી શકશે. સાથે સાથે આ રસ્તો બનવાથી આદિવાસી ગામડાઓ સીધા મહારાષ્ટ્ર સાથે જોડાશે.
મહારાષ્ટ્રના લોકો પણ રોડ માર્ગે ઓછા સમયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી શકશે, ટૂંકમાં આ રસ્તો બનવાથી એ વિસ્તારના લોકોને રોજગારી તો મળશે સાથે સાથે પ્રવાસનને પણ વેગ મળશે, અને ડેડીયાપાડા- સાગબારાનાં લોકોને પણ સીધો ફાયદો થશે.