ક્રાઈમ

અણખીગામની સીમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થોઝડપી પાડતી ભરૂચ LCB:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી 

જંબુસર અણખીગામની સીમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થોઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

પોલીસ મહાનિરીક્ષક શ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા વિભાગવડોદરા તથા ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી પ્રોહી ગે.કા.પ્રવૃતિ ઉપર અસરકારક કામગીરી કરી પ્રોહીબિશનના કેશો શોધી કાઢવા આપેલ પ્રોહી ડ્રાઇવ અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટર જે.એન.ઝાલાનાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ એલ.સી.બી.ની ટીમ જંબુસર પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમા હતી જે દરમ્યાન મળેલ બાતમી આધારે જંબુસર તાલુકાના અણખીગામની સીમમાં આરોપી વિક્રમભાઇ ઠાકોર રહે અણખીગામ વાળો ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ TATA407 ટેમ્પો નંબર MH-43-AD-0503 માં કુલ મુદ્દામાલ કિંમત રૂપીયા ૬,૦૪,૮૦૦/- નો મંગાવી પોતાના ખેતરમાં પોતાના મળતીયા અન્ય આરોપીઓને બોલાવી ભારતીય બનાવટના વિદેશી દારૂનુ કાર્ટંગ કરતો હતો તે દરમ્યાન રેઇડ કરી કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ માટે જંબુસર પો.સ્ટે. સોંપવામાં આવેલ છે. અને આ મુદ્દામાલ ક્યાંથી લાવવામાં આવ્યો અને ક્યાં પોહચાડવાનો હો બાબતે સઘન તપાસ ચાલુ છે.

પકડાયેલ આરોપી:

(૧) ભરતભાઇ છોટુભાઇ ઠાકોર ઉ. વ. ૩૯ રહે. મંજુલાગામ બસસ્ટેંડ સામે તા. આમોદ જી. ભરૂચ (ર) બંકટ શંકરભાઇ નિતલે ઉ. વ. ૩ર રહે. હાલ રાનીચાલ દહીસર ચેક નાકા, મુંબઇ મુળ રહે. કલગુડીગામ થાના લાતુર તા. લાતુર જી. લાતુર, મહારાષ્ટ્ર

વોન્ટેડ આરોપીઓ:

(૩) વિક્રમભાઇ ખુમાનસિંગ ઠાકોર રહે અણખીગામ તા જબુસર જી ભરૂચ (૪) ટેમ્પા ને MH-43-AD-0503 ના ડ્રાઇવર બાલાજી ઉર્ફે બાલુ (૫) ગલેમર મો.સા GJ-06-EB-6863નો ચાલક નામ જણાયેલ નથી

પકડાયેલ મુદ્દામાલ: 

(૧) રોયલ ચેલેંજ ફાઇનેસ્ટ પ્રીમીયમ વીસ્કી ૭૫૦ મીલીની કંપની શીલબંધ બોક્ષ નંગ ૪૪ માં કુલ બોટલ નંગ પર૮ ૬ ૩ ૨,૧૧,૨૦૦/ (૨) રોયલ ચેલેંજ ફાઇનેસ્ટ પ્રીમીયમ વીસ્કી ૧૮૦ મીલીની કંપની શીલબંધ બોક્ષ નંગ ૭૧ માં કુલ બોટલ નંગ, ૩૪૦૮ કિ.રૂ. ૩,૪૦,૮૦૦/ (૩) ટુરબોર્ગ પ્રીમીયમ બીયર ૫૦૦ મીલીના કંપની શીલબંધ ટીન બોક્ષ નંગ ૨૨ માં કુલ બીયર ટીન નંગ પ૨૮ કિ.૩ પર,૮૦૦/ (૪) TATA407 ટેમ્પો MH 43″AD-0503 કિ ૩ ૫,૦૦,૦૦૦/ (૫) ગલેમર મો.સા GJ-06-EB-6863 કિ.રૂ ૧૫૦૦૦/ (૬) મોબાઇલ નંગ ૦૬ ફુલ્લ કિ રૂ ૨૬૦૦૦/

કુલ્લ મુદ્દામાલ:

વિદેશી દારૂની નાની મોટી બોટલ બીયર ટીન મળી કુલ બોટલ નંગ ૪૪૬૪ જેનિ કિ ૩ ૬,૦૪,૮૦૦/- તેમજ વાહનો તથા મોબાઇલ મળી કુલ્લ મુદ્દામાલ કિ. રૂ. ૧૧,૪૫,૮૦૦/

કામગીરી કરનાર અધિકારી /કર્મચારીના નામ:

પો.સ.ઇ. વાય.જી.ગઢવી તથા એ.એસ.આઇ કનકસિંહ હમીરસિંહ તથા હૈ.કો.ઇરફાન અબદુલ સમદ દિલીપભાઇ, પરેશભાઇ, જયરાજભાઇ હે.કો જોગેંદ્રદાન પો.કો.કિશોરસિંહ નિમેષભાઇ નાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है