
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી
પોલીસ મહાનિરિક્ષક શ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી જીલ્લા મા ગે.કા રીતે દારૂ નુ વેચાણ તથા હેર ફેર અટકાવવા આપેલ સુચના આધારે પોલીસ ઇન્સ્પેકટર શ્રી એલ.સી.બી ભરૂચ નાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ એલ.સી.બી પોલીસ માણસોએ કાર્યવાહી હાથ ધરેલ છે દરમ્યાન આજરોજ મળેલ બાતમી આધારે અંક્લેશ્વર જુના ને.હા.નં-૮ ઉપર આવેલ સાંઇ ગોલ્ડન એપાર્ટમેન્ટ સામેના રોડ ઉપરથી એક શેવરોલેટ ક્રુઝ કાર નંબર GJ-27-K-9873 માં ભરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂ કુલ બોટલો નંગ-૫૧ કી.રૂ.૨૦,૪૦૦/- નો પ્રોહી.મુદ્દામાલ તથા શેવરોલેટ કાર તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કી.રૂ.૦૩,૪૦,૧૮૦- ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ છે અને અંક્લેશ્વર શહેર પો.સ્ટે. માં કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
કજે કરવામાં આવેલ મુદ્દામાલ:
ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ બનાવટ ની કુલ બોટલો નંગ-૫૧ તથા શેવરોલેટ કુઝ કાર નંબર GJ-27-K-9873 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા ૩,૪૦,૧૮૦/ નો મુદ્દામાલ.
પકડાયેલ આરોપીઓ:
(૧) જીગ્નેશ ઉર્ફે જીગો કીરીટભાઇ પરીખ રહે સી/૩૦૩ રાધે રેસીડન્સી ભડકોદ્રા અંકલેશ્વર (૨) રાકેશભાઇ ગોમાનભાઇ વસાવા રહે મોટા બોરસરા કીમ તા માંગરોલ જી સુરત કામગીરી કરનાર ટીમ પો.સ.ઇ પી.એસ.બરંડા તથા પો.સ.ઇ વાય.જી.ગઢવી તથા હે.કો ઇરફાન અબ્દુલ સમદ તથા પો.કો દિલીપભાઇ ચંદુભાઈ તથા પો.કો જયરાજભાઇ ભરતભાઇ તથા પો.કો.જોગેન્દ્રદાન ભુપતદાન તથા પો.કો કિશોરસિંહ વીરાભાઇ એલ.સી.બી ભરૂચ.