ધર્મ

સાગબારા ની સરકારી વિનયન કોલેજ ખાતે નવરાત્રી મહોત્સવ યોજાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સર્જનકુમાર

સાગબારા ની સરકારી વિનયન કોલેજ ખાતે નવરાત્રી મહોત્સવ યોજાયો:

વિદ્યાર્થીઓ દ્વારા પરંપરાગત વેષભૂષાની સ્પર્ધા, આરતી થાળ સુશોભન સ્પર્ધા, અને ગરબા ની આરતી યોજવામાં આવી:

સાગબારા ખાતે આવેલ સરકારી વિનયન કોલેજ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા ખાસ નવરાત્રી ઉત્સવ નું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પરંપરાગત વેષભૂષાની સ્પર્ધા, આરતી થાળ સુશોભન સ્પર્ધા, અને ગરબાની સ્પર્ધા યોજવામાં આવી હતી.

ભારતીય સંસ્કૃતિ ઉત્સવોની સંસ્કૃતિ છે. ઉત્સવો વિવિધતામાં એકતાનાં દ્યોતક છે. સાંસ્કૃતિક મૂલ્યોનાં જતનનાં પ્રેરક છે. વિદ્યાર્થીઓમાં બાલ્યકાળથી ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યો પ્રસ્થાપિત થાય અને બાળકો ભારતીય સંસ્કૃતિના વિવિધ ઉત્સવોથી પરિચિત થાય તે હેતુથી શાળા- કોલેજોમાં વિવિધ તહેવારોની ભારતીય પરંપરા મુજબ ઉજવણી થતી હોય છે. હાલમાં ચાલી રહેલા ભક્તિ અને શક્તિનાં પર્વ નવલી નવરાત્રીની ઉજવણી સાગબારા ખાતે આવેલ સરકારી વિનયન કોલેજ ખાતે ઉત્સાહભેર કરવામાં આવી હતી.

 

વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિ અને ગરવી ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ પારંપરિક પોશાક ધારણ કરી મા આદ્યશક્તિનું પૂજન કરતાં ગરબાની રમઝટ બોલાવી હતી,  અવનવા પોશાકમાં સજ્જ થયેલા વિદ્યાર્થીઓથી કોલેજ
ના કેમ્પસ માં જાણે મેઘધનુષના સપ્તરંગો જેવું આહલાદક વાતાવરણ સર્જાયેલ. વિદ્યાર્થીઓની સાથે અઘ્યાપકો પણ મા જગદંબાની આરાધના કરતાં ગરબામાં મન મુકીને ગરબે ઝુમ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है