ધર્મ

સમસ્ત ખ્રિસ્તી સમાજ દ્વારા નવાપુરના લાલબારી ખાતે મહા સંમેલન-2023 યોજાયું: 

કુલ 6 જેટલી પડતર માંગો સાથે ગુજરાત, મહારાષ્ટ્ર ના 50 હજાર થી વધુ સંખ્યામાં ખ્રિસ્તીઓ જોડાયા:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

આજરોજ તા. ૧૪/૧૦/૨૦૨૩, શનિવારના રોજ સમસ્ત ખ્રિસ્તી સમાજ દ્વારા નવાપુરના લાલબારી ખાતે મહાસંમેલન 2023 યોજાયું : 

 ગુજરાત તથા મહારાષ્ટ્રના તમામ આદિવાસી ખ્રિસ્તી સમાજના હજારો લોકો, યુવાનો, ભાઈઓ-બહેનોને મોટી સંખ્યામાં ભાગ લઈ લાલબારી, નવાપુર, ઉચ્છલથી 2 કિલોમીટર દુર ખાતેના આયોજિત કાર્યક્રમને સફળ બનાવ્યો હતો:

આગેવાનો અને વક્તાઓનું ભવ્ય સ્વાગત, ઢોલ, ડોવડા જેવાં વાદયો સહીત આદિવાસી નાચણું,  ડાંગી નૃત્ય,  પરંપરીક નાચણું, કાર્યક્રમ માં બન્યું લોકો માટે આકર્ષણ નું કેન્દ્ર,

આ મહાસંમેલન અગાઉ તાપી જીલ્લાના સોનગઢ ગુણસદા ખાતેના સુગર ફેક્ટરી ગ્રાઉન્ડ માં રાખવામાં આવ્યું હતું પરંતુ કોઈ કારણોસર પરમિશન નહિ મળતાં શાંતિ પૂર્ણ રીતે નવાપુરના લાલબારી ગામ જે ઉચ્છલ થી માત્ર 2 કિલોમીટર જેટલું અંતર ધરાવે છે, ત્યા મહાસંમેલન યોજવાનો નિર્ણય આદિવાસી ખ્રિસ્તી સમાજનાં આગેવાનો અને આયોજક કમિટી દ્વારા લેવાયો હતો.

 

સમગ્ર દેશમાં ખ્રિસ્તી/અનુ.જ.જાતિ સમાજની સાથે દુઃર્વ્યવહાર તેમજ અત્યાચાર અને હિંસાની ઘટનાઓ વધી રહી છે. સમાજને ખોટી રીતે હેરાનગતિ કરી બદનામ કરવાનું કામ થઈ રહ્યું છે.

હાલ ના સમય માં નાગરિકોના મૂળભૂત અધિકારોનું હનન થઈ રહયું છે, જે ચિંતાનો વિષય છે.

સમાજના અસ્તિત્વ ના સવાલ ને લઈ તથા મૂળભૂત અધિકારોના રક્ષણ અને જાગૃતિ માટે મહાસંમેલનમાં લોકોએ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ અને યુવાનો એ હાજરી આપીને સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

મહાસંમેલન-2023 દ્વારા મહામુહિમ રાષ્ટ્રપતિ, સાંપ્રત રાજ્ય અને કેન્દ્ર સરકાર સમક્ષ સમસ્ત ખ્રિસ્તી સમાજ દ્વારા કુલ- 6 જેટલી પડતર માંગણીઓ કરવામાં આવી હતી.

કાર્યક્રમના વક્તા ડો. પોલ મેથ્યુ, રેવ. પા. કેથરોલી માનોકમ, બિશપ ડો. કાલેબ રાજન, અને એડવોકટ અમિત માનવકરે આપણાં પોતાના હક અને અધિકાર વિશે તથા સંવિધાન દ્વારા મળતા વિશેષ અધિકાર બાબતે સમજ આપી હતી, અને દાનની સેવા માટે બિશપ ડો. જ્યોર્જ ફિલિપે ટૂંકુ વક્તવ્ય અને પ્રાર્થના કરી હતી. સમગ્ર મહા સંમેલન સમસ્ત ખ્રિસ્તી સમાજ ટ્રસ્ટ નાં બેનર હેઠળ અને પ્રમુખ હરીશ ગામિતની આગેવાની હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. આજની સમગ્ર મહા સંમેલન-2023 નાં અધ્યક્ષ ડો.રામજીભાઈ પટેલ અને કાર્યક્રમ ને સફળ બનાવવા માટે અનેક ટીમોના સંયોજક નીમવામાં આવ્યા હતા. જેઓએ પોતાની વ્યક્તિગત જવાબદારી નિભાવી હતી અને આજના કાર્યક્ર્મ માં 3000 સવ્યમ સેવકો યુવક યુવતીઓ જોડાયા હતા. આજના કાર્યક્રમ ને સફળ બનાવવા અંદાજિત 50 થી 60 હજાર લોકો ગુજરાત અને મહારાષ્ટ્ર ના આદિવાસી ખ્રિસ્તી સમાજના લોકો એકઠાં મળી ને પોતાની 6 જેટલી માંગો બાબતે તાત્કાલિક ઘટતું કરવાં સરકાર, તંત્ર ને આવેદનપત્ર સુપ્રત કરવાની જાહેરાત કરી હતી.

પરમિશન બાબતે પોતાના ટુંકા વક્તવ્ય માં પુર્વ કેન્દ્રીય મંત્રીશ્રી અને ધારાસભ્ય ડૉ તુષાર ચૌધરીએ સરકાર અને તંત્ર ને લીધા આડે હાથે…

કાર્યક્રમના અંતે દરેક ઉપસ્થિત ધારાસભ્ય સહીત સ્થાનિક રાજકીય આગેવાન અને ગુજરાત ના રાજકીય આગેવાનો દ્વારા સમાજ પડખે રહેવા ખાત્રી આપી અને સફળ કાર્યક્રમ બદલ શુભકામનાઓ પાઠવી હતી. અંતે આર સી ગામીતે દરેકનો આભાર વ્યક્ત કર્યો હતો. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है