શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, કમલેશ ગાંવિત વાંસદા
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત વાંસદા જલારામ હોલ ખાતે સમારોહ કાર્યક્રમ યોજાયો હતો.
વાંસદા : માહીતી પ્રમાણે રાજા રજવાડાના સમયથી ચાલુ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા વિવાદ પૂર્ણ થયા પછી હવે મંદિર નું નિર્માણ ની શરૂઆત કરવામાં આવી છે ત્યારે આખા ભારત દેશ માં હિન્દુ ધર્મ સંસ્કૃતિ ને માનનાર તથા ન માનનારા દાનવીરો તથાં ઘર ઘર થી લઈ ગામડા, શહેર ગરીબ થી લઈ તવંગર પણ આ અભિયાન માં જોડાઈ 15 જાન્યુઆરી થી 15 ફેબ્રુઆરી સુધીમાં એટલે કે મકર સંક્રાન્તિ ના શુભ દિવસે થી તો માઘ પૂર્ણિમા સુધીમાં નિધિ સમર્પણ વાંસદા તાલુકા દ્વારા ઓછામાં ઓછું 10 રુપિયા નું દાન થી લઈ કરોડો નું દાન સમર્પણ કરવા સંતો દ્વારા આહવાન કરવામાં આવ્યુ હતું.
મહાનુભાવો સંતોએ દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ને આગળ શરૂઆત કરી, શ્રી રામ ના જય જયકાર નાં નારાઓ પોકારી ને ભગવાન શ્રીરામ વિશે ગાન કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી, તેઓ દ્વારા પ્રવચન માં જણાવ્યું હતું કે ભારતના આત્મા ને, ભારત ના રામ ને જગાડવાનુ કામ શરૂ કરવામાં જઈ રહયુ છે. મોગલ સામ્રાજય કાળ થી આ વિવાદ સેંકડો વર્ષો થી ચાલતો હતો, વિવાદમા કેટલા ભકતો એ બલીદાન આપ્યું હતું, 1984 થી કાર સેવકોએ આંદોલન કરી 2020 પૂર્ણ થયું હતું, આ બાબતે દેશની સર્વોચ્ચ અદાલતમાં નિર્ણય આવતા માનનીય વડાપ્રધાન દ્વારા શિલાન્યાસ કરવામાં આવ્યું હતું, હવે ભવ્ય મંદિર નિર્માણની શરૂઆત કરવામાં આવ્યુ છે એમ પ્રવચનમાં જણાવવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ RSS ના ગીત દ્વારા શરૂઆત કરવામાં આવી હતી, ભાયકુભાઈ પવાર, દિપ પ્રાગટ્ય અને શંખ નાદ સંતો દ્વારા, પ.પૂ.પી.પી.સ્વામી પ્રયોસા પ્રતિષ્ઠાન, પ.પૂ.સ્વામી મહારાજ ભારત સેવા સંઘ ગંગપુર, પ.પૂ.સ્વામી રામવૃક્ષ દાસજી મહારાજ સદગુરુ સદાફલ દંડકવન આશ્રમ વાંસદા, શ્રી રાજેશભાઈ ગાંધી, સંજયભાઈ મોરે સહીત અન્ય આગેવાન અને દાનવીરો હાજર રહયા હતાં. આ કાર્યક્રમ દરમ્યાન વાંસદા તાલુકાના તિલક ગૃપ દ્વારા સૌથી વધારે સમર્પણ રાશી 1,51,111/રુપિયા જમા કરાવી હતી, તથાં સમગ્ર કાર્યક્રમ દરમ્યાન કુલ સમર્પણ રાશી રૂપિયા. 2,61,000/- એકત્ર કરાય હતી જે વાંસદા ખાતે RSS કાર્યાલયમાં જમા કરવામાં આવી હતી .