શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, પત્રકાર: કમલેશ ગાંવિત, વાંસદા
રાષ્ટ્રિય સ્વયસેવક સંઘ વાંસદા તાલુકા દ્વારા વિજયા દશમી ઉત્સવ ઉજવણી કરવામા આવી.
વાંસદા: રાષ્ટ્રિય સ્વયસેવક સંઘ, વાંસદા તાલુકા દ્વારા વિજયા દસમી ઉત્સવ તેમજ શસ્ત્ર પુજન કાર્યક્રમનું આયોજન પ્રતાપ હાઇસ્કુલના મેદાન ખાતે કરવામાં આવ્યો હતો. જેમા મુખ્ય વક્તા તરીકે શ્રી વસંતભાઈ ગામીત નવસારી વિભાગ સહ કાર્યવાહ તેમજ પ્રમુખ અતીથી તરિકે કમલેશભાઈ પટેલ નિવૃત્ત સી. આર. પે.એફ.આરમી છતીસગઠ 111 દાતવાડા બટાલીયન તેમજ તાલુકા સંઘ ચાલક સુમનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા.
કાર્યક્રમની શરૂઆત સ્વય સેવકો દ્વારા પથ સચલન પુર્ણ ગણવેશ મા વાંસદા નગરમા કાઢવામાં આવ્યુ હતું વાંસદા નગરમાં વીવીધ સંઘઠન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ બાદ પ્રતાપ હાઈસ્કૂલ ખાતે વક્તા નું ઉદબોધન કરવામાં આવ્યું હતું આજ રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સેવક સંઘ ની 1925 મા નાગપુર મા મોહિતવાડા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પરમ પૂજ્ય ડૉક્ટર હેડગવાર દ્વારા સ્થાપના કરવામાં આવી હતી 1925 થી ચાલતો સંઘ આજે 99 વર્ષ પૂર્ણ કરી રહ્યુ છે તેમજ આગમી 2025 મા 100 વર્ષ પૂર્ણ કરશે સંઘ દ્વારા કુલ 125000 હજાર નિત્ય શાખા ચાલી રહી છે તેમજ હિન્દુ સમાજ ને જાગૃત કરવાનુ કામ સંઘ કરી રહ્યો છે કમલેશભાઈ પટેલ એ પણ પોતાના વક્તવ્યમાં સંઘ દ્વારા કરવામાં આવતી સેવાઓ ને બિરદાવી હતી એને યુવાનો ને રાષ્ટ્ર નિર્માણ મા જોડાવા માટે આહવાન કર્યુ હતું મોટી સંખ્યા મા ગ્રામ જનો તેમજ વાંસદા તાલુકા મા થી સંઘના સ્વયસેવકો ઉપસ્થિત રહ્યાં હતાં.
આજના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ સ્વય સેવકો દ્વારા શસ્ત્ર પુજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ ને સફળ બનાવવા વાંસદા તાલુકા ના સમગ્ર ટીમે ખુબ મહેનત કરી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.