શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
માં નર્મદાનાં કિનારે નું સુપ્રસિદ્દ ધાર્મિક યાત્રાધામ ચાણોદ ખાતે “નર્મદા જયંતિની” વિધિ વિધાન સાથે ઉજવણી કરવામાં આવી,
યાત્રાધામ ચાંદોદ ખાતે નર્મદા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, આજે મહા સુદ સાતમને સોમવાર ના રોજ નર્મદા માતાજી નો પ્રાગટ્ય દિવસે નર્મદા જયંતી એ પારંપારિક રીતે નર્મદા યાગ, બપોર ના 12:00 વાગ્યે એટલે કે નર્મદાજી ના પ્રાગટ્ય સમયે નર્મદાજી ની મહા આરતી કરવામાં આવે છે.
આરતી પ્રસંગે દૂધ, શ્રીફળ, પુષ્પ, ભક્તો દ્વારા અભિષેક કરવામાં આવ્યો હતો સાથે નર્મદા મૈયાને ચુંદડી ચડાવવામાં આવી હતી, માં રેવા ભક્તિ સંગઠન, નાવિક શ્રમજીવી મંડળ, માં નર્મદે હર ગ્રુપ તેમજ ચાણોદના સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા મલ્હારરાવ ઘાટ તથા પિંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ નર્મદા યાગ યોજાયો હતો.
આ ઉપરાંત નાવિક સમજી મંડળ દ્વારા નર્મદાજી ની પાલખી યાત્રા ચાંદોદ બસ સ્ટેશનથી મલ્હારરાવ ઘાટ સુધી કાઢવામાં આવી હતી તેમજ સાંજે નર્મદાજી ની આરતી કરવામાં આવી હતી નર્મદા જીની નામાવલી સાથે હવન, પૂજા, રાજોપચાર પૂજા તેમજ કન્યા પૂજા પણ કરવામાં આવી હતી.