
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત
વાંસદા તાલુકાના માનકુનિયા ગામે થી જય અંબે પદયાત્રા ગ્રુપ દ્વારા સુપ્રસિદ્ધ તીર્થ સ્થાન અંબાજી સુધી આજ રોજ પદયાત્રા ને અનેક ભાઈબહેનોએ માન સન્માન અને ઢોલ નગારા સહીત પ્રસ્થાન કરાવી હતી.
માનકુનિયા ગામના માઁઅંબે માના ભાવિક ભક્તો દ્વારા ગુલાબભાઇ ભોયા તથા દિનેશભાઇ માહલા (ભગતજી) ના નેજા હેઠળ છેલ્લા સતત ચોથા વર્ષથી પદયાત્રા નીકળતી આવેલ છે.
વાંસદા તાલુકાના માનકુનિયા ગામેથી જય અંબે ગ્રુપ દ્વારા આયોજિત પદયાત્રા સંગે માં અંબે ના ભાવિક ભક્તો દ્વારા પાછલા ચાર વર્ષથી પદયાત્રા ગુજરાતના સુપ્રસિદ્ધ તીર્થ સ્થાન અંબાજીના મંદિરે જાય છે. જે ચાલુ વર્ષે આજ રોજ બુધવારના દિને શ્રી ગુલાબભાઇ ભોયા તથા દિનેશભાઇ માહલા (ભગતજી )ના નેજા હેઠળ નીકળેલ છે. જેમા માનકુનિયા ગામ ના સરપંચ શ્રીમતિ -રીનાબેન જ્યંતિભાઈ બિરારી, ગામના માજી સરપંચશ્રી રમેશભાઈ ગાયકવાડ, માજી ડે. સરપંચ શ્રી જીતુભાઇ પાડવી (રાયબોર )ના તેમજ ગામ આગેવાન રડકીયાભાઈ માહલા, જ્યંતિભાઈ બિરારી, રામભાઈ બિરારી, છગનભાઈ ગાયકવાડ, શાંતુભાઇ ગાયકવાડ (R. M. S. સુરત) તેમજ વાંગણ ગામના માજી સરપંચ શ્રી મોહનભાઇ ધૂમ, મગનભાઈ માહલા (મહારાજ) તેમજ ત્રણેય ગામના આગેવાનો મોટી સંખ્યા મા હાજર રહી પદયાત્રીઓને ઢોલ -નગારા ડી. જે. ના તાલ સાથે ફટાકડા ફોડી પ્રસ્થાન કરાવેલ હતી. તેમજ પદયાત્રી ભાઈઓ અને બહેનો તથા ગામ લોકો આજનાં કાર્યક્રમ માં જોડાયા હતાં અને તમામ ભાવિક ભક્તોને માતાજીના આશીર્વાદથી સફળતા પૂર્વક પદયાત્રા પાર પડે એવી શુભકામનાઓ પાઠવી હતી.