શ્રોત ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
વિસ્તારમાં કોરોના સંક્ર્મણ વધતા સાવચેતીનાં ભાગ રૂપ દેવમોગરા માતાજીનું મંદિર આજ થી સંપૂર્ણ બંધ રાખવા માટે લેવાયો નિર્ણય,
કોરોના વાયરસ ની મહામારીમાં સંકમણનુ પ્રમાણમાં વધારો થતાં આદિવાસીઓની કુળદેવી દેવમોગરા માતાજી નું મંદિર બંદ કરવામાં આવ્યું છે. ટ્રસ્ટીઓ દ્વારા મંદિર ને તા.12 એપ્રિલ થી તા.૩૦ એપ્રિલ ૨૦૨૧ સુધી મંદિર સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સાગબારા તાલુકાના દેવ મોગરા માતાજીનું મંદિર ને હાલ કોરોના વાયરસ મહામારી માં સંકમણનુ પ્રમાણમાં વધારો થતાં આદિવાસીઓની કુળદેવી દેવ મોગરા માતાજીનું મંદિર આજ થી સંપૂર્ણ બંધ રહેશે. 30 એપ્રિલ બાદ સમયની સમીક્ષા કરી મંદિર પુનઃ ચાલું કરવાનો નિર્ણય લેવામાં આવશે. દેવ મોગરા માતાજી મંદિર ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓ દ્વારા દેવ મોગરા માતાજીના મંદિર બંધનો નિર્ણય લેવાયો છે.