ધર્મ

ડાંગ ભાજપના અગ્રણીઓ સહીત ધારાસભ્યશ્રીની ધાર્મિક યાત્રા સફળતા પૂર્વક સંપન્ન:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા

ડાંગ જીલ્લા  ભાજપના અગ્રણીઓ સહીત ધારાસભ્યશ્રીની ધાર્મિક યાત્રા સફળતા પૂર્વક સંપન્ન કરી માદરે વતન પહોચ્યાં:

ડાંગ ભાજપના અગ્રણીઓ સહીત  ધારાસભ્યશ્રી ડાંગ વિજયભાઈ પટેલ, મહામંત્રીશ્રી અને સરપંચશ્રી આહવા હરિરામભાઈ રતિલાલભાઈ સાવંત, કિશોરભાઈ ગાવિત, ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના મંત્રી સુભાષભાઈ ગાઈન,વઘઇ તાલુકા પંચાયત ઉપપ્રમુખ બળવંતભાઇ દેશમુખ, આહવા તાલુકા યુવા મોરચા પ્રમુખ જીગરભાઈ પટેલ દ્વારા કેદારનાથ મહાદેવજી અને બદરીનાથ ભગવાન તેમજ હરિદ્વારમાં ગંગા આરતી અને રુષીકેશ ભગવાનના આશીર્વાદ લઈને સફળતા પૂર્વક  ધાર્મિક  યાત્રા સંપન્ન  કરવામાં આવી. 

તમામ અગ્રણીઓ દ્વારા કોરોનાની ત્રીજી લહેર ના આવે અને ડાંગના તમામ ગ્રામજનો સુખાકારી રહે તે માટે પૂજા અર્ચના કરવામાં આવી હતી. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है