શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ પત્રકાર: કમલેશ ગાંવિત વાંસદા
જેસીઆઈ વાંસદા રોયલ દ્વારા અનાથ વિદ્યાર્થીઓના લાભાર્થે આયોજીત શ્રીમદ્ ભાગવત કથા નુ સમાપન:
વાંસદા :તા.11 સપ્ટેમ્બર જેસીઆઈ વાંસદા રોયલ આયોજીત શ્રીમદ્ ભાગવત કથા ના અંતિમ દિવસે મુખ્ય યજમાન રોયલ રેસીડે્સી રાનીફળિયાની બહેનોએ લાભ લીધો હતો.
જેસીઆઈ ઈન્ડિયાના ઝોન 8 ના ઝોન પ્રમુખ JFM અનંત ભરૂચા , જેસી વિકના કોર્ડીનેટર જેસી સંદીપ ઠાકોર,જેસી શ્વેતા શાહ હાજર રહ્યા.
દરેકનું ભાગવતાચાર્ય નિલેશભાઈ શાસ્ત્રી દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.આ કથા નો મુખ્ય ઉદ્દેશ અનાથ વિદ્યાર્થીઓના સેવાર્થે રાખવામાં આવ્યો હતો જેના માધ્યમથી વાંસદા કન્યા શાળાની માતા – પિતા વગરની વિદ્યાર્થિનીઓને જેસીઆઈ વાંસદા રોયલના ઝોન પ્રમુખ ના હસ્તે અભ્યાસ લાગતી કીટનું વિતરણ કરવામાં આવ્યું.
આ સાથે આખા વાંસદા તાલુકાના અનાથ વિદ્યાર્થીઓને વિવિધ સેવા કરવા જઈ રહી છે.સાથે સાથે એમને જરૂરિયાત ની વસ્તુ આપવાનું નક્કી કર્યું.
જેસીઆઈ વાંસદા રોયલના પ્રમુખ જેસી મિતુલ ભાવસાર અને આખી એમની ટીમ દ્વારા આ કથાના પ્રોજક્ટ ચેરમેન જેસી એડવાઇઝર વિજયભાઈ પટેલને સન્માનપત્ર આપી સન્માન કર્યું હતું. જલારામ હોલ ખાતે ભક્તોથી સંપૂર્ણ ભરાઈ ગયો હતો.અને આજુ બાજુના ગામડા ઓ માંથી પણ ઘણા ભક્તોએ લાભ લીધો હતો.
અંતે જેસીઆઈ વાંસદા રોયલ દ્વારા તમામ દાતાશ્રીને આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને આ કથામા દરેક ભક્તો ને અગિયારસ નીમીતે બટાકાનુશાક, સાબુદાણાની ખીચઙી, દહી, સિંગદાણાના લાઙુ તથા ફળાહાર કરાવ્યો હતો.