શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નર્મદા જીલ્લાના દેડીયાપાડાનાં ગારદા ગામે CNI ચર્ચ ખાતે ખ્રિસ્તીબંધુઓ દ્વારા સાદગી પૂર્વક “ઇસ્ટર” પર્વની કરાઈ ઉજવણી:
ચર્ચમાં સાદગી પૂર્વં રીતે કોરોના ગાઈડ લાઈનનું પાલન કરી શાંતિપૂર્ણ રીતે લોકોએ ઉત્સવની ઉજવણી કરી:
“ઈસ્ટર સન્ડે” ના દિવસે ખ્રિસ્તીઓ ભગવાન ઈસુના પુનરુત્થાનની(મૃત્યુ બાદ ફરીથી સજીવન થવું)ઉજવણી કરે છે.
દેડીયાપાડા નાં ગારદા ગામ ખાતે આવેલ CNI ચર્ચમાં ઇસ્ટર પર્વની સાદગીમય રીતે ઉજવણી કરવામાં આવી.
ગારદા ગામમાં વસતા ખ્રિસ્તી લોકો દ્વારા દર વર્ષે ધામ ધૂમ થી ઉત્સવ ની માફક ઉજવવામાં આવતા આ ઇસ્ટર પર્વને કોરોનાની અસર જોવા મળી હતી. ચર્ચ માં કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે ઇસ્ટર પર્વની ઉજવણી કરવામાં આવી કોરોનાં મહામારી ના કારણે વર્ષો જૂની પરંપરા તૂટી હોવાનું જોવા મળ્યું હતું.
દેડીયાપાડા તેમજ નર્મદા સહીત જિલ્લામાં ઇસ્ટર પર્વની ઉજવણી સાદગી પૂર્વક કરવામાં આવી હતી. ચાલુ વર્ષે કોરોના કહેર વચ્ચે તમામ ઉજવવામાં આવતા તહેવારો પોતાની અસલ રંગત ગુમાવી રહ્યા છે.
ત્યારે ખ્રિસ્તી સમુદાયના ઇસ્ટર પર્વ પર પણ ચાલુ વર્ષે અસર જોવા મળી છે. દેડીયાપાડા નાં ગારદા માં સી.એન.આઈ ચર્ચમાં તેમજ તાલુકા અને શહેર ના અન્ય વિસ્તારો માં ખ્રિસ્તી ભાઈ -બહેનો સોશ્યલ ડિસ્ટન્સ સાથે પ્રાર્થના કરી હતી.તો પ્રતિ વર્ષ જે ધામધૂમ થી ઉજવણી કરવામાં આવે છે તેને અત્યંત સાદગી પૂર્વં રીતે ઉજવણી કરી હતી અને તમામ ને ઇસ્ટર ની એક બીજાને રૂબરૂ અને સોસીયલ મીડિયા નાં માધ્યમ થી અનેક ઘણી સાલમ અને શુભેચ્છાઓ પાઠવી હતી.