
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત
સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર નવસારી જિલ્લામાં પેટ્રોલિંગ દરમ્યાન રૂ ૫.૬૭ લાખનો દારૂ પકડાયો : ૧૩ લાખનો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો.
વાંસદા તાલુકામાં પોલીસે બે અલગ સ્થળેથી દારૂભરી જતી સ્વિફ્ટ કાર અને દમણ થી સુરત જતો એક સ્કોપિયો પકડીને તેમાં થી રૂ: ૫.૬૭ લાખનો દારૂ પકડ્યો હતો, કુલ મળીને રૂ.૧૩ લાખનો મુદામાલ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા જપ્ત કરાયો હતો.
વાંસદા પોલીસ સૂત્રો થી મળતી માહિતી મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર નવસારી જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેમને બાતમી મળી હતી કે દમણ થી દારૂ ભરી એક સ્કોપિયો ધરમપુર, વાંસદા થઈ સાપણ ખાતે જનાર છે તે આધારે તેમણે વાંસદા નાં પીપલખેડ ગામે વોચ રાખતા સ્કોપિયો નંબર જીજે.૦૮. એઈ .૫૧૩૧ આવતા તેને રોકવાની કોશિશ કરતા ચાલક સ્કોપિયો લઈ પિપલખેડ ગામ તરફ ભગાવી ગયો હતો. તેનો પીછો કરતા ચાલક સ્કોપિયો મૂકી ભાગવા જતા પોલીસે તેને પકડી લીધો હતો. જ્યારે અન્ય એક ઈસમ પોલીસ પકડ થી ભાગી જવામાં સફળ રહયો હતો.
પોલીસ ને સ્કોપિયો માંથી વિસ્કી અને બિયરની બોટલ નંગ. ૨૮૬૫ જેની કિંમત રૂ.૫.૩૫.૯૨૦ થાય છે. તે મળી આવતા સ્કોપિયોની કિંમત રૂ.૫ લાખ ગણી મોબાઈલ રોકડા સહિત ટોટલ રૂ.૧૦,૪૭,૧૨૦ નો મુદામાલ જપ્ત કરી ચાલક દિવ્યેશ રતિલાલ પટેલ રહે.નીમખલ પટેલ ફળિયું તા.પારડી વિરુદ્ધ વાંસદા પોલીસ મથકે દારૂ મગાવનાર વિજય બાબુભાઈ પટેલ રહે. સાપણ તા.ઓલપાડ દારૂ ભરાવનાર રમેશ માયકલ રહે.દમણ, ઉમેશ ડોરી રહે.દમણ, અંકિત ભંડારી અને ભરત રજૂ કુમાર રહે. ઉદવાડા તેમજ પારડી થી ધરમપુર સુધી સ્વિફ્ટ માં પાયલોટીગ કરનાર અશ્વિન બંદુ, ધરમપુર થી વાંસદા સુધી સ્કોપિયોમાં પાયલોટીગ કરનાર જીગો ઉર્ફે જીગરનાગ રહે ગુદલાવ, દમણ થી પારડી સુધી સ્કોપિયોમાં પાયલોટીગ કરનાર ઉમેશ દોરી રહે દમણ તેમજ દમણ થી પિપલખેડ સુધી XUV માં પાયલોટીગ કરનાર સદામ નાલ્લી અને વિકી ડુંગરી વિરુદ્ધ ગુનો નોંધી વોન્ટેડ જાહેર કર્યા હતા.
જ્યારે વાંસદા પોલીસે તાડપાડા ગામે સ્વિફ્ટ કાર નંબર જીજે.૬.સીબી.૯૧૭૭ માથી રૂ.૩૧૨૦૦ નો દારૂ પકડી કારની કિંમત રૂ ૨.૫૦ લાખ ગણી ટોટલ રૂ.૨,૮૧,૨૦૦ નો મુદામાલ જપ્ત કરી કાર મૂકી ભાગી ગયેલ ભૂપેન્દ્ર ઊફે ભોપો ઈન્દ્રસંન ગામીત રહે.નાની વઘઈ વિરુદ્ધ ગુનો નોંધી વોન્ટેડ જાહેર કર્યો હતો.