ખેતીવાડી

સાગબારા તાલુકાના કલસ્ટર વાઇસ લાભાર્થીઓને અધિકારપત્રોનું કરાયું વિતરણ:

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા સહિત અન્ય મહાનુભાવોના હસ્તે દેડિયાપાડા અને સાગબારા તાલુકાના કલસ્ટર વાઇસ લાભાર્થીઓને અધિકારપત્રોનું  વિતરણ કરવામાં આવ્યું હતું. 

વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવાથી ઓછી મહેનત વધુ આવક મેળવી શકાય: – જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા

નર્મદા જિલ્લાને એસ્પિરેશનલ જિલ્લા તરીકે જાહેર કરાયેલ છે, ત્યારે સરકારશ્રીની અનેકવિધ યોજનાઓના લાભો છેવાડાના લોકોને મળી રહે તેવા પ્રયાસોના ભાગરૂપે ગઇકાલે દેડીયાપાડાના કમોદવાવ ગામે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, જિલ્લા પંચાયતના સદસ્યશ્રી ખાનસીંગભાઇ વસાવા, દેડીયાપાડા તાલુકા પંચાયતના સદસ્ય શ્રીમતી કુસુમબેન વસાવા સહિત અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કમોદવાવ, પાટડી, શેરવાઇ, કંજાઇ અને વડીવાવ વગેરે ગામોના ૩૪ લાભાર્થીઓને આદેશપત્રો અને ૭૮ લાભાર્થીઓને અધિકારપત્રો વિતરણ કરાયાં હતાં.

તેવી જ રીતે, સાગબારા તાલુકાના ગોડદા ગામે જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેનશ્રી સુભાષભાઇ વસાવા, જિલ્લા પંચાયતના સિંચાઇ સમિતિના ચેરમેનશ્રી સોમભાઇ વસાવા, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રીમતી નીતાબેન વસાવા, તાલુકાના અગ્રણીશ્રી શંકરભાઇ વસાવા અને શ્રી રમેશભાઇ વાસાવા સહિત અન્ય મહાનુભાવોના હસ્તે આદેશપત્રો અને અધિકારપત્રો વિતરણ કરાયાં હતાં, આમ નર્મદા જિલ્લામાં દેડીયાપડા અને સાગબારા તાલુકામાં કલસ્ટર વાઇસ કુલ-૧૨૩૪ જેટલા લાભાર્થીઓને આદેશપત્રો અને અધિકારપત્રો વિતરણ કરાયાં હતાં.

જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ કમોદવાવ ગામે આદેશપત્રો અને અધિકારપત્રોના વિતરણ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતુ કે, સરકારશ્રીની વનબંધુ યોજના સહિત અનેકવિધ યોજનાઓ અમલમાં છે,  ત્યારે તેનો લાભ લઇને આત્મનિર્ભર બનવાની સાથોસાથ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ નર્મદા જિલ્લામાં સ્ટેચ્યું ઓફ યુનિટીનું નિર્માણ કરીને અનેક લોકોને રોજગારી પુરી પાડીને પગભર બનાવ્યાં છે. ભાવિ પેઢી માટે જંગલોનું જતન અને સંરક્ષણ કરવાની આપણા સહુની નૈતિક જવાબદારી હોવાની સાથે વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવાથી ઓછી મહેનત વધુ આવક મેળવી શકાય છે તેમજ સેવા સેતુ કાર્યક્રમ થકી લોકોને ઘર આંગણે જ શ્રેષ્ઠતમ સુવિધાઓ મળી રહી છે ત્યારે તેનો અવશ્ય લાભ લેવા શ્રીમતી વસાવાએ હિમાયત કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है