ખેતીવાડી

લાછકડી ગામે વૃંદાવન (BAIF) ખાતે સજીવ ખેતી જાગૃતિ શિબિર અને ખેડૂત મિટિંગ યોજાઈ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત 

નવસારી જીલ્લાના વાંસદા તાલુકાના લાછકડી ગામમાં વૃંદાવન (BAIF) ખાતે સજીવ ખેતી જાગૃતિ શિબિર અને ખેડૂત મિટિંગ યોજાઈ

નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા આયોજન કરાયું.

લાછકડી ગામે (BAIF ) વૃંદાવનના સહયોગથી ખેતીલક્ષી ખેડૂતોની મિટિંગ યોજાઈ:

વાંસદા તાલુકાના લાછકડી ગામે BAIF (બાયફ) વૃંદાવનના સહયોગથી ખેતીલક્ષી ખેડૂતોના હિતમાં સજીવખેતી જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજુબાજુ ગામના ખેડૂતો, સંસ્થાના શરૂઆતના અનુભવી કર્મચારી,સંસ્થાના તમામ હાલના કર્મચારી, તથા વસુંધરા મંડળીના પ્રતિનિધિઓ, નવસારી યુનિવર્સિટીના અધિકારી, વસુધારા ડેરીના ચેરમેન, તાલુકા પ્રમુખ હાજર રહ્યા હતાં અને કાર્યક્રમની શરૂઆત ર્ડો. સ્વ. મણીભાઈ દેસાઈની પ્રતિમાને દીપ પ્રાગટ્ય કરી શરૂ કરવામાં આવી,

આજના કાર્યક્રમ માં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ બાયફ સંસ્થાની શરૂઆત સ્વ. ર્ડો. મણીભાઈ દેસાઈ દ્વારા સન 1985 માં કરાઈ હતી. સાથે ઉલ્લેખનીય છે કે વસુંધરા મંડળીની શરૂઆત લાછકડી ગામેથી કરી આજુબાજુના વાંસદા તાલુકામાં આંબા અને કાજુની વાડી પ્રોજેક્ટ દ્વારા આદિવાસી ખેડૂતો ખેતીમાં આગળ આવે તે ઉદ્દેશ્ય થી ચાલુ કરવામાં આવ્યું હતું, અને વાસુધરા દૂધ ઉત્પાદક આલીપોર ડેરીને પણ શરૂ કરવા મુખ્ય સ્વ. મણીભાઈ દેસાઈનો મુખ્ય ફાળો છે.

હાલ ત્રણ જિલ્લાઓમાં વલસાડ, ડાંગ, અને નવસારી જિલ્લાઓ આવરી લેવાયેલ છે જે વાર્ષિક 1200 જેટલી ડેરીઓ મળી ને કુલ રૂપિયા 1900 કરોડ ટર્ન ઓવર થાય છે, જે આદિવાસી સમાજ પશુપાલન કરી જીવન ગુજારે છે મહિલાઓ પોતાનાં પરિવારનું ઘર સંચાલન કરે છે. તેમજ બાયફ સંસ્થા દ્વારા જે શરૂઆતમાં આંબા ની કલમનો ઉછેર અને એને બાંધવાની અને બનાવવાની પદ્ધતિ માટે સૌ પ્રથમ લાછકડી ગામના સ્વ. પરુભાઈને ટ્રેનિંગ આપી હતી તેઓએ 2000 જેટલી આંબા કલમ બનાવી ને આ નર્સરી અથવા ફાર્મ ની શરૂઆત કરાઈ હતી, જે આજે સમગ્ર વાંસદા પંથકમાં ખેડૂતોનું જીવન ધોરણ ખુબજ ઉચ્ચ સ્થરે લાવવા મહત્વનું બન્યું છે, વૃંદાવન દ્વારા હાલ કેરીમાંથી અથાણું અને રસનાં મબલખ વેચાણ દ્વારા સમગ્ર ગુજરાત, ભારતમાં અન્ય પ્રોડક્ટ દ્વારા વૃંદાવન સંસ્થાએ લોકનાં હૃદયમાં વિશેષ સ્થાન બનાવ્યું છે. જેથી અહીંના અનેક લોકોને રોજગારી પણ ખુબજ પ્રમાણમાં મળી રહે છે. અને હવે રાસાયણિક ખેતીમાં જીવનું જોખમ હોવાથી ખેડૂતોને વર્મી અળસીયાનું ખાતર અપનાવવા સલાહ સૂચન આપવામાં આવ્યું હતું. વધુમાં NCDC ગાંધીનગર દ્વારા એવોર્ડ રૂપે રૂપિયા 25000/ ચેક અને પ્રમાણ પત્ર હાલમાં આ બાયફ સંસ્થાને મળેલ છે. આદિવાસીઓ નું શોષણ અટકી ને આર્થિક અને સામાજીક વૃદ્ધિ થવામાં બાયફ સંસ્થા થકી શક્ય બન્યું છે તેવું પણ જણાવ્યું હતું.

અને પ્રકાશભાઈ નાયક દ્વારા રજૂઆત કરાઈ હતી કે મજુર મટી માલિક બનો, ખેડૂતો દેવાદાર ન બને, તેવી અપીલ કરી હતી અને ખેડૂતો સમૃદ્ધિ થકી પ્રગતિ કરે તેવું પોતાનાં વક્તવ્ય માં જણાવ્યું હતું.

લાછકડી ગામે ખેતીલક્ષી ખેડૂત મિટિંગમાં શ્રીમાન વી. બી. દયાસા સાહેબ, વસુધારા ડેરી ચેરમેન ગમનભાઈ કે. પટેલ, ર્ડો. સી. કે. ટીમ્બડીયા, તાલુકા પ્રમુખ શાંતુભાઇ, હસમુખભાઈ ખારેચા, શ્રીમતિ પ્રફુલાબેન દેસાઈ, અભિષેક પાંડે, ઘોડમાળ બાબનભાઈ, ચોંઢા ગામનાં સીતારામ ગવળી અને હાલ અમેરિકા નિવાસી એવાં આદર્શ ગામ બનાવવા હંમેશા કાર્યરત રહી પોતાની ફરજ બજાવતા પ્રકાશભાઈ નાયક સહીત અન્ય મહાનુંભવો ઉપસ્થિત રહ્યા હતાં કાર્યક્રમ નાં આખરે બારૂકભાઈ એ આભાર વિધિ આટોપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है