શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
હલકાં ધાન્ય સંશોધન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, વઘઇ દ્રારા ડાંગ જિલ્લાના વિવિધ મહિલા મંડળો, સ્વસહાય જુથો તથા ખેડૂત મંડળોને મિલેટ પ્રોસેસીંગ મશીન વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
સંયુકત રાષ્ટ્ર દ્રારા વર્ષ ૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય પોષક અનાજ વર્ષે જાહેર કરાયેલ છે. વૈશ્વિક સ્તરે પોષક તત્વ ધાન્ય પાકોની વિશેષ માંગ છે. જે પૈકી હલકા ધાન્ય પાકોના ઉત્પાદનમાં ભારત અગ્રેસર રહી શકે છે. કૃષિ વૈજ્ઞાનિકોના મતે પહેલાના સમયમાં ભોજનમાં જુવાર, બાજરી, નાગલી, બંટી, કાંગ, મોરીયો વગેરે જેવા પાકોનો વિશેષ ઉપયોગ થતો હું આરોગ્ય માટે ખૂબ જ પૌષ્ટિક આહાર છે. પરંતુ વર્તમાનમાં તેને બહારમાં ઓછું સ્થાન અપાય છે અને તેનો ઉપયોગ ગ્રામીણ ક્ષેત્રોમાં ઓછાવતા અંશે થાય છે. જેનું મુખ્ય કારણ પ્રચાર પ્રસારનો અભાવ છે. જેથી ખેડૂનો પણ તેના વાવેતરમાં વધુ રસ લેતા નથી. ડાંગ જિલ્લાનો મુખ્ય પાક નાગલી તથા વરી છે. જેમાં વરી એક પોષકતત્વોથી ભરપૂર મૂલ્યવર્ધિત પાક છે. જેથી વરીની ખેતીનો વાવેતર વિસ્તાર વધારે છે. વરી માથી ભગર (મોરો) નું ઉત્પાદન મોટા પાયે થાય છે, જે માટે પ્રોસેસીંગ યુનિટની ખાસ જરૂર પડે છે પરંતુ ડાંગ જિલ્લાના ખેડૂતો પાસે તે ઉપબ્ધ નથી. જેથી વરીનું ઉત્પાદન વધુ હોવા છતાં તેની ખેતી કરતાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવો મળતા નથી. જેથી વરીનું મૂલ્યવર્ધન વધારવા માટે વઘઈ ખાતે તા. ૧૮/૦૨/૨૦૨૨ ના રોજ નવસારી કૃષિ યુનિવર્સિટી હસ્તકના હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર, વઘઈ (ડાંગ) આઝાદીનો અમૃત મહોત્સવ ભારત દ્વારા ડાંગ જિલ્લાના વિવિધ મહિલા મંડળો, રવસહાય જૂથો તથા ખેડૂત મંડળોને મિલેટ પ્રોસેસીંગ મશીન વિતરણ કાર્યક્રમ યાજવામાં આવ્યો. ના કાર્યક્રમના અધ્યક્ષ એવા ડૉ, ઝેડ, પી. પટેલ, મા કુલપતિશ્રી, ન..યુ., નવસારી તથા અતિથિ વિશેષ ડૉ. તિમુર આર. અલ્હાવત, મા, સંશોધન નિયામકશ્રી, ડૉ. વિકાસ નાયક, મા. સહ સંશોધન નિયામકશ્રી, ન.ક્યુ., નવસારી તેમજ મુખ્ય મહેમાન એવા મા. વિજયભાઈ પટેલ, ધારાસભ્યશ્રી વઘઈ (ડાંગ) આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કૃષિ મહાવિદ્યાલયના આચાર્ય ડો. જે. જે. પસ્તાગીયા દ્રારા મહેમાનોનું સ્વાગત ઉદુભોદન કરવામાં આવ્યું. હલકા ધાન્ય સંશોધન કેન્દ્રના વડા ડો. એચ. ઈ. પાટીલે કાર્યક્રમનું પ્રાસંગિક ઉદુહૃદન કરી કાર્યક્રમ વિશે માહિતી આપતા હલકા ધાયોનું પ્રમોશન એ ભારત સરકારના કાર્યક્રમમાં મહત્વનું સ્થાન ધરાવે છે તથા ખેડૂતોએ ખેતીમાં હલકા ધાન્ય પાકોની નવીન જાતોનું વાવેતર કરવું જોઈએ. ભારત સરકારના ન્યુટ્રીસિરિયલ મિશનમાં ગુજરાત રાજયને NFSM દ્રારા બે પ્રોજેકટ ફાળવવામાં આવેલ છે. જેમાં નવી નવી જાતો વિકસાવવા પ્રમાણિત બીજ ઉત્પાદન અને પોષકતત્વ ધાન્ય પાકોના પ્રચાર પ્રસાર કરવાની કામગીરી સોંપાયેલ છે તેમ જણાવ્યું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ ડો. ઝેડ. પી. પટેલે ડાંગ જિલ્લાના ખેડૂતોને નાગલી- વરીનું મહત્વ સમજાવી વાવેતર વિસ્તાર વધારવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન ધારાસભ્યશ્રી મા, વિજયભાઈ પડેલ જણાવ્યું હતુ કે જો ખેડૂતો દ્રારા ઉત્પાદિત વરીનું સ્થાનિક કક્ષાએ પ્રોસેસીંગ થાય અને તેનું ગ્રેડીંગ અને પેર્ટીંગ કરી માર્કેટમાં મૂકવામાં આવે તો વરીનું મુલ્ય વધન વધે. જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહેશે. અને સ્થાનિક લોકોની રોજગારીમાં પણ લાભો થશે એમ જણાવ્યું હતું. વધુમાં હલકા ધાન્ય સંશોધન કેન્દ્રના મદદનીશ વૈજ્ઞાનિક ડૉ. જી.ડી. વડોદરીયા તથા કૃષિ મહાવિદ્યાલયના મદદનીશ પ્રાધ્યાપક ડૉ. વિનિત શર્મા દ્રારા ખેડૂતોને તાંત્રિક માહિતી આપવામાં આવી હતી. તેમજ શ્રીમતી ભારતીબેન પટેલ, ક્રિમીશા સખી મંડળ વઘઈ તથા શ્રી સ્રાવણભાઈ ગાઈન, લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ, નાનાપાડા દ્રારા ખેડૂતોના પ્રતિભાવો આપવામા આવ્યા હતા. આ કાર્યક્રમમાં આશરે ૭ જેટલા મહિલા મંડળો, ખેડૂત મંડળોના ૧૫૦ જેટલા ખેડૂત ભાઈઓ-બહેનોએ હાજરી આપી હતી. જેમાં રિધ્ધિ સિધ્ધિ સખી મંડળ, નડગખાડી, કિમીશા સખી મંડળ વઘઈ, અંબિકા સખી મંડળ જામલાપાડા, ડાંગ નેચરલ ફાર્મા પ્રોડ્યુસર કંપની લી. ભકિતમાતા મહિલા ખેડૂત સમૂહ (ડાંગ આહવા ફાર્મરા પ્રોડ્યુસર કંપની લી.વઘઇ), અંબિકા મહિલા મંડળ સાવરખડી, લહેટસ ચેરીટેબલ ટ્રસ્ટ, નાનાપાડા ને મિલેટ પ્રોસેસીંગ મશીન નું વિતરણ મહેમાનશ્રીઓના હસ્તે કરવામાં આવ્યું.
કાર્યક્રમના અંતમાં હલકી ધાન્ય સંશોધન કેન્દ્ર ના મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડૉ. ડી. વડોદરીયા દ્રારા ત્રણેય સંસ્થાઓના કર્મચારીઓ, મહાનુભાવો નથા કાર્યક્રમમાં ઉપસ્થિત દરેકનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.