શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ કમલેશ ગાંવિત
ખેડૂતોને રીંગણ, મરચા, ટામેટી ના છોડ વિતરણ કરતા માજી તાલુકા શાસક પક્ષના નેતા બીપીન માહલા
હાલના સમયમાં આપણે શક્ય બને તેટલું ઘરે ઉગાડેલી ઓર્ગેનિક શાકભાજી અને ફળફળાદીઓ આહાર મા લેવી જોઈએ..
વાંસદા તાલુકા ના 5 ગામોના અનેક ખેડૂતોને ઓર્ગેનિક ખેતી અને કિચન ગાર્ડન જેવાં કાર્ય ને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે વાંસદા તાલુકા શાસક પક્ષના નેતા બીપીનભાઈ માહલાએ ખેડૂતો ને રીંગણ, મરચા, ટામેટી ના છોડ કુલ 170 જેટલાં લાભાર્થીઓને વિતરણ કર્યું હતું. બીપીન માહલા એ ખેડૂતોને વાતચીત કરતા જણાવ્યું કે છોડ ની કાળજી રાખવી સમયસર પાણીનું ધ્યાન આપવું છોડને છાયડો અને તાપ મળે એવી જગ્યા પર રાખવુ કારણ કે શાકભાજીના છોડ ને સૂર્યપ્રકાશની ખૂબ જરૂર છે જે ઓર્ગેનિક ખાતર માટે છાણીયું ખાતર નો ઉપયોગ કરવો જેથી જે ફળ આવે તેનો ભાવ ખેડૂતો ને સારો મળશે અને એક સેન્ટર પણ અહીંયા 5 ગામો મળીને બનાવવું જોઈએ તેથી જ માર્કેટિંગ પણ સારી રીતે કરી શકાય.
આજના કાર્યક્રમ માં આજુબાજુ ગામોનાં સરપંચશ્રીઓ, ગામના આગેવાનો જયસિંગભાઈ, મનોજભાઈ, ધીરુભાઈ સહિત આજુબાજુના અનેક ગામના આગેવાનો, ખેડૂત મિત્રો ઉપસ્થિત રહયા હતા.