શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ડેડીયાપાડા સરકારી વિનયન કોલેજ ખાતે બાળ અધિકારો અને સકારાત્મક વાલીપણા વિશે તાલીમદારોને તાલીમ અપાઈ;
ડેડીયાપાડા ખાતે આવેલ સરકારી વિનયન કોલેજના એન.એસ.એસ અંતર્ગત તારીખ 4, ઓગસ્ટ,2022 ના રોજ પ્રિન્સિપાલ ડૉ.અનિલાબેન પટેલ ની અધ્યક્ષતામાં સરકારી વિનયન કૉલેજ ડેડીયાપાડા અને ચાઈલ્ડ રાઇટ્સ એન્ડ યુ સહભાગિતા યુનિસેફ -ભારત દ્વારા હકારાત્મક વાલીપણા અને તારૂણ્ય મોડ્યુલ અંગે તાલીમદારોને તાલીમ આપવામાં આવી હતી, જેમાં જૈમિત ભરતકુમાર રાણાએ માતા -પિતા સમાન વાલીપણા દશ મોડ્યુલ અંગે અને સગર્ભા બાળક સુરક્ષા ઉછેર નારી સમસ્યા પર્યાવરણ અંગે માહિતગાર કર્યા હતા.
કમિશ્નર, મહિલા બાળવિકાસ ની કચેરી અનુદાનિત, જિલ્લા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર સચાલિત અખિલ હિન્દ મહિલા પરિષદના અલ્પાબેન ભાટિયા અને લીલાવતીબેન સકરેલિયાએ મહિલા ઉત્કર્ષ, નારી સુરક્ષા અંગે માહિતગાર કર્યા હતા. અને ‘વિશ્વ સ્તનપાન સપ્તાહ “સ્તનપાનને પ્રોત્સાહન કેળવણી અને સહયોગ” અંગે પ્રિયંકાબેન ચોધરીએ તેમજ ICDS ના સુપરવાઈઝરે મહિલાઓને મમતા દિવસ, પૂર્ણા શક્તિ, માતૃશક્તિ વગેરે વિશે માહિતી આપી હતી.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.શૈલેષભાઈ કુકડિયા, ડેડીયાપાડા ના મેડિકલ અધિકારી ડૉ.પંકજભાઈ કલસરિયાએ સિકલસેલ, ICDS આંગણવાડી એમનાં કાર્યો અંગે વક્તવ્ય આપ્યું હતું. જેમાં કૉલેજ માં Fy, Sy, Ty માં અભ્યાસ કરતી 60 વિદ્યાર્થીનીઓ અને 13 આશાવર્કરો, એન.એસ.એસ ના પોગ્રામ ઓફિસર રમેશભાઈ વસાવા સહિત કૉલેજનો તમાંમ સ્ટાફ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.