તાલીમ અને રોજગાર

ભારતીય માનક બ્યુરો, દ્વારા “સબમર્સિબલ પમ્પસેટ માટેનાં લાઇન ઓપરેટેડ એસી મોટર્સ -સ્પેસિફિકેશન” પર માનક મંથનનું આયોજન: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

ભારતીય માનક બ્યુરો, અમદાવાદ દ્વારા “સબમર્સિબલ પમ્પસેટ માટેનાં લાઇન ઓપરેટેડ એસી મોટર્સ -સ્પેસિફિકેશન ” વિષય  પર માનક મંથનનું આયોજન: 

ભારતીય માનક બ્યુરો (BIS) એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે BIS એક્ટ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ માટે ભારતીય માનકોને ઘડવા માટે ફરજિયાત બનાવામાં આવ્યું છે અને અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓ ઘડવા તેમ જ અમલ કરવા માટે પણ જવાબદાર છે, જે માનકોના અમલીકરણનો અને ગુણવત્તાના પ્રમાણીકરણ પર દેખરેખ રાખે છે.

BIS અમદાવાદ દ્વારા 27મી જૂન 2024ના રોજ વીર સાવકર હોલ, મેમ્કો ચાર રસ્તા ની પાસે, અમદાવાદ ખાતે ડ્રાફ્ટ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ IS 9283:2024 “સબમર્સિબલ પમ્પસેટ માટેનાં લાઇન ઓપરેટેડ એસી મોટર્સ સ્પેસિફિકેશન” પર “માનક મંથન”નું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ ઉત્પાદકો અને વિવિધ એન્જિનિયરિંગ કોલેજોના વિદ્યાર્થીઓ સહિત 40થી વધુ સહભાગીઓએ કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લીધો હતો અને મૂલ્યવાન પ્રતિસાદ સૂચનો આપ્યા હતા. માનક મંથન એ નવા ઘડવામાં આવેલા ભારતીય માનકો  અથવા વ્યાપક પરિભ્રમણ હેઠળના માનકો પર ચર્ચા કરવા માટેદર મહિને BIS દ્વારા આયોજિત કરવામાં આવતો  એક કાર્યક્રમ છે.

ડ્રાફ્ટ IS 9283:2024 એ મોટર્સ માટેની તકનીકી આવશ્યકતાઓને સ્પષ્ટ કરે છે, જેનો ઉપયોગ સબમર્સિબલ તેમજ ઓપનવેલ સબમર્સિબલ પંપસેટ્સના ઉત્પાદનમાં વ્યાપકપણે થાય છે.

સલામતી, ગુણવત્તા અને ટકાઉ વિકાસને સંબંધિત ક્ષેત્રોમાં નવીનતમ વિકાસને ધ્યાનમાં રાખીને ઉપરોક્ત ડ્રાફ્ટ માનક ઘડવામાં આવ્યા છે. ડ્રાફ્ટ સ્ટાન્ડર્ડ દરેક મોટર માટે વિવિધ કાર્યક્ષમતા સ્તર સહિત વિવિધ પ્રકારની મોટર્સની કામગીરીની લાક્ષણિકતાઓને સંબોધિત કરે છે.

શ્રી સુમિત સેંગર, BIS, અમદાવાદના નિદેશક અને પ્રમુખએ તેમની સક્રિય ભાગીદારી અને મૂલ્યવાન સૂચનો માટે તમામ શ્રોતાઓનો આભાર માન્યો  હતો, તેમણે માહિતી આપી હતી કે આવા સૂચનો આપણા ભારતીય માનકોને વધુ મજબૂત બનાવે છેજે અંતિમ વપરાશકર્તા અને હિસ્સેદારોબંને ને મદદરૂપ છેમાનકમાં જરૂરી ફેરફારોને સામેલ કરવા માટે BISની ટેકનિકલ કમિટી સાથે સંપર્ક કરવા માટે અને માનકો પરની ટિપ્પણીઓઅમને અમારા ઈમેલ આઈડી : ahbo@bis.gov.in પર મોકલી શકાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है
Pačios geriausios virtuvės patarimai, sveika gyvensena ir pasėlių priežiūros gudrybės - visa tai ir daugiau rasite mūsų tinklalapyje. Išmokite gaminti skanius patiekalus, rūpintis savo sodo augalais ir pasidalinkite su mumis savo patirtimi. Kurkite kartu su mumis ir tapti tikrais virtuvės bei sodo meistrais! Puikios šokoladinio deserto prie kavos receptas Tirpsta burnoje Gydytojas įspėja atsisakyti gazuoto vandens, kadangi tai gali pakenkti jūsų Karšto triušio patiekalo receptas su grietine: Pamirškite viską su naujais įspūdingais mini serialais: 5 nepakartojamos Pasidalinkime naudingais patarimais, kurie padės jums palengvinti kasdienį gyvenimą, išmokti naujus virtuvės triukus ir pasimokyti naudingų straipsnių apie daržą. Sveiki atvykę į mūsų svetainę!