શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
દેડીયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે મહિલા ખેડૂતો આત્મનિર્ભર બને તે માટે વાંસ અને ઉન માંથી કલાત્મક ઇકો ફ્રેન્ડલી રાખડી બનાવવાની તાલીમ અપાઈ;
દેડીયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે મહિલા ખેડૂતો આત્મનિર્ભર બને અને મહિલાઓમાં ઉધોગ સાહસિકતાનો વિકાસ થાય તે માટે વાંસ અને ઉન માંથી કલાત્મક ઇકો ફ્રેન્ડલી રાખડી બનાવવાની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ડૉ.મિનાક્ષી તિવારી (ગૃહ વૈજ્ઞાનિક)ના માર્ગદર્શન હેઠળ દેડીયાપાડા તાલુકાની ૨૦ જેટલી મહિલા ખેડૂતોને હાથ માંથી બનાવેલ રાખડીની તાલીમ આપવામાં આવી હતી. તેમના જણાવ્યા મુજબ આ તાલીમની વિશેષતા એ છે ત્યાં રાખડી સંપૂર્ણ સૂકા વાંસના ટુકડાઓ માંથી કટીંગ કરીને વાંસના મણકા, મોતી અને વાંસના ટુકડા માંથી ડેકોરેટિવ આઈટમ બનાવીને વાંસ માંથી કલાત્મક રાખડી બનાવામાં આવી રહી છે. આ તાલીમ પાછળનો મુખ્ય હેતુ એ છે કે મહિલા ખેડૂતો જાતે રાખડી બનાવતા શીખે અને વેચાણ કરીને આવક મેળવીને આત્મનિર્ભર બને તે માટેનો છે. હાલ રક્ષાબંધનનો તહેવાર પણ નજીક આવી રહ્યો છે, ત્યારે આ તાલીમ મહિલાઓને પગભર બનાવવામાં ઉપયોગી નીવડશે.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા