તાલીમ અને રોજગાર

ડાંગના ગુંદિયા ગામની ૬૦ મહિલાઓને RSETI દ્વારા મશરૂમ ઉત્પાદનની તાલીમ આપી આત્મનિર્ભર બનાવી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

ડાંગના ગુંદિયા ગામની ૬૦ મહિલાઓને RSETI દ્વારા મશરૂમ ઉત્પાદનની તાલીમ આપી આત્મનિર્ભર બનાવી:

પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા : ડાંગ જિલ્લામાં આવેલી ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા (RSETI) ડાંગ-આહવા દ્વારા ગુંદિયા ગામની ૬૦ મહિલાઓને મશરૂમ ઉત્પાદનની ઉત્તમ તાલીમ આપી. મહિલાઓને પગભર કરી છે. અને હાલ તેઓ મશરૂમની સારી ખેતી કરી સ્વરોજગાર પણ મેળવી રહ્યા છે.

મળતી વિગતો મુજબ, ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા ડાંગ- આહવા તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અહવાના સંયુક્ત ઉપક્રમે ગુંદિયા ગામની ૬૦ મહિલાઓને બે બેંચમાં મશરૂમ ઉત્પાદનની તાલીમ આપી, આત્મનિર્ભર બનવા પામી છે. તા:૨૫/૦૮/૨૦૨૫ થી ૩૦/૦૮/૨૦૨૫ સુધી પ્રથમ બેન્ચ દરમિયાન ગામની ૩૫ મહિલાઓએ મશરૂમ ઉત્પાદનની તાલીમ મેળવી હતી. જ્યારે ગામની મહિલાઓનો ઉત્સાહ, લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખી ગામની અન્ય ૨૫ મહિલાઓને પણ બીજી બેંચની ગોઠવણ કરી તારીખ. ૦૮/૦૯/૨૦૨૫ થી ૧૭/૦૯/૨૦૨૫ દરમ્યાન મશરૂમ ઉત્પાદનની તાલીમ આપવામાં આવી હતી.

તાલીમ દરમિયાન તાલીમાર્થી મહિલાઓને ધંધા રોજગાર માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો, બેંકના કાર્યો, લોન, વીમા અને સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. ધંધા રોજગાર માટે આવતી સમસ્યાઓ અડચણોને સમજવા અને નિવારણ માટે રીંગટોસ ગેમ અને ટાવર ગેમ રમાડી તાલીમાર્થીઓને ધંધા રોજગારમાં આવતા જોખમો વિશે સમજાવવામાં આવ્યા હતા. RSETI ના ધંધા રોજગાર માટેનાં જરૂરી ઉદ્યમશીલ વ્યક્તિની ક્ષમતાઓ વિશે પણ સમજ આપવામાં આવી હતી. ધંધા રોજગાર માટે મહત્વના પાસાઓ ગ્રાહકોનું વર્તન, કોમ્યુનિકેશન વિવિધ પ્રવૃત્તિ સાથે તાલીમાર્થી બહેનોને શીખવવામાં આવી હતી.
મહિલાઓએ મશરૂમ ઉત્પાદનની તાલીમ મેળવી, મશરૂમની ખેતી કરવાની શરૂઆત કરી અને સારું એવું ઉત્પાદન મેળવ્યુ છે. કેવી રીતે સારી આવક મેળવાય જેથી પરિવારને પણ ઘણું આર્થિક સપોર્ટ મળશે જે બાબતે પરિવારના સભ્યોએ પણ પોતાની ખુશી વ્યક્ત કરી. અને RSETI નો તાલીમ આપવા બદલ આભાર માન્યો  છે.

તાલીમ પૂર્ણ થયા બાદ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. મશરૂમની તાલીમ આપનાર સશી સર, એફએલસીસી રતન પવાર, RSETI ના ડાયરેક્ટર અને તેમની ટીમનો મશરૂમ ઉત્પાદનની સારી ઝીણવટપૂર્વક તાલીમ આપવા બદલ અને તાલીમ મેળવી મશરૂમની ખેતી કરી સારૂ ઉત્પાદન મેળવતા તમામ તાલીમાર્થી બહેનોએ RSETI ટીમ ડાંગનો આભાર માન્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है