
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
આહવા બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન ખાતે જ્યુટ પ્રોડ્ક્ટ તાલીમનો પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો :
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા : ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારત સરકાર પુરસ્કૃત અને બેન્ક ઓફ બરોડા સંચાલિત બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન આહવા તથા ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે ૧૪ દિવસીય જ્યુટ પ્રોડ્ક્ટ તાલિમ બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન આહવા ખાતે તારીખ ૦૩ /૧૦ /૨૦૨૫ થી ૧૬/૧૦/૨૦૨૫ દરમિયાન યોજવામા આવી હતી. જેમાં ડાંગ જિલ્લાના અલગ અલગ ગામોના ૨૩ સ્વ-સહાય જૂથોના બહેનોએ ભાગ લીધો હતો. ૧૪ દિવસીય તાલીમ દરમિયાન ટ્રેનર મનીષાબેન દ્વારા બોટલ બેગ, ટિફિન બેગ, માર્કેટ બેગ, લેટર બોક્સ, બોલ પેન પાઉચ, ફ્રીજ કવર , લેડીસ પર્સ , ડોરમેન્ટ દરવાજાની તોરણ, ઓફિસ ફાઇલ ફોલ્ડર, વોલ પીસ વગેરે ડેકોરેટિવ પ્રોડકટ તેમજ બેન્કિંગ વીમા પેન્શન યોજનાકીય માહિતી વગેરેની માહિતી તાલીમાર્થી બહેનોને જણાવી હતી. જ્યુટ પ્રોડ્ક્ટ તાલીમના પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમમાં લીડ ડિસ્ટ્રિક મેનેજર શ્રી વિશાલ પતંગે , આરએસઈટી સંસ્થાના ડાયરેકટર સાહેબ શ્રી અભીસેક સર્વા , ફેકલ્ટી રંજનબેન સી. દળવી હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં લીડ ડિસ્ટ્રિક મેનેજર શ્રી વિશાલ પતંગે જયુટ પ્રોડકટને લઈ વિવિધ ભવિષ્યમાં રોજગારીની તકો બાબતે વિસ્તૃત માર્ગદર્શન આપ્યુ હતું. આ ઉપરાંત આરએસઈટી ડાયરેકટર સાહેબ દ્વારા સ્વસહાય જુથોની બહેનો તાલીમ લઈ પગભર બને જે અંગે પ્રોત્સાહક માર્ગદર્શન પૂરું પાડ્યું હતુ.



