
શ્રોત: નર્મદા બ્યુરો ચીફ સર્જનકુમાર વસાવા,
લોક ડાઉનમાં ગામડામાં લોકોને નથી મળતી મજુરી ત્યારે સરકારે બતાવી માનવતા આપ્યું મફતમાં વિતરણ કરવાં અનાજ રેશનકાર્ડ વગરનાં લોકોને પણ ક્રમવાર થશે વિતરણ.. સરકારીતંત્રની દેખરેખ તથાં સરપંચની હાજરી અનિવાર્ય;
કોરોના કહેરમાં લોકો દાનધર્મ કરે છે, ભૂખ્યાં માટે ભોજનની વ્યવસ્થા કરે છે, ત્યારે રાજ્યમાં સરકારી પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારનાં અમુક સંચાલકોએ ચલાવી રાખી છે લુટ! સંવેદનશીલ સરકારનાં મફત અનાજની સ્કીમ દ્વારા રોકડી કરી લેતાં અમુક તત્વોને તંત્ર છાવરે કે પછી સાથે મળીને માનવતાને નેવે મૂકી કરી રહયાં છે શર્મસાર? સરકારી પરિપત્ર અહિયાં નથી ચાલતો?
ગુજરાત અને આખું વિશ્વ પટલ કોરોના મહામારીમાં સપડાયું છે ત્યાં નર્મદા જીલ્લાનાં દેડિયાપાડામાં આદિવાસીઓની હાલત દયાજનક બની છે, પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર મંડાળાનાં સંચાલકે ચલાવી રાખી છે લુટ; અહિયાં લોકો આજે પણ કુપન દ્વારા અનાજ લેવાં આવે છે, અને કૂપનના ૧૫થી૨૦ રૂપિયાની સ્ટેશનરીનાં નામે કરી રહ્યા છે રોકડી; કુપન નહિ તે બીલ હોય છે તેનો પણ ચાર્જ ગ્રાહક પાસે વસુલવાનો ? આજે લોકો એટલાં પણ પછાત નથી કે વર્તમાન સરકારની યોજનાં ન જાણતા હોય, માનવ અધિકારની ટીમ જયારે દુકાનદારને બીલમાં દર્શાવેલ જથ્થો કેમ ઓછો આપ્યો? એવું પૂછતાં અમારે ઉપર સુધી પોહ્ચાડવાનું હોય ૧ થી ૨ કિલો અનાજ ઓછું જ મળશે! એવું કહીને થાયતે કરી લેવાં જણાવ્યું, દેડિયાપાડાનાં મામલતદારને ટેલીફોન દ્વારા સંપર્ક કરી જણાવ્યુંકે પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર મંડાળાનાં સંચાલકે ફિંગરપ્રિન્ટ વગર ઓફલાઈન અનાજ આપવા પાડી રહ્યા છે નાં; અને કૂપનના માંગ્યા ૨૦રુપિયા; ફિંગર મેચનાં થતાં ઘણાં દુકાને થી ખાલી હાથે ફર્યા પાછા, જવાબમાં કહ્યુકે ઓછું આપેતો લેતાં નહિ ઘરે જતા રહો ! જોવું રહ્યું તંત્ર આવા સંચાલક સામે પગલાં લેશે કે પછી લોકોનું મફત વિતરણ કરવાનું અનાજ સગેવગે થશે?
મફત અનાજ વિતરણ ગાઈડલાઈન્સનાં નર્મદા, દેડિયાપાડાનાં મંડાળા ગામે ઉડાવ્યાં ધજાગરા; ટીવી અને સોસિયલ મીડિયામાં ફરતાં સંવેદનશીલ સરકારનાં મેસેજ કેટલાં સાચા? સરકારે જાહેર કરેલાં ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૦૨૨૨ શું કામનાં? કોરોના કહેર કરતાં ભૂખમરો લોકો માટે બનશે કાળ.. (who) ગુજરાતમાં ઠેર ઠેર મફત અનાજ વિતરણ થઇ રહ્યું છે, પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારનાં અમુક સંચાલકોએ પોતાનો જીવ દાવપર લગાવીને કર્યું છે અનાજ વિતરણ, ત્યારે દેડિયાપાડામાં તંત્રનાં કહ્યામાં નથી અમુક વેપારીઓ! સરકારને નુકશાન પોહ્ચાડી રહ્યા છે, મોકો મળતાં લુટી રહ્યા છે લોકોને!
સરકારશ્રીના આદેશ પ્રમાણે અનાજ મફતમાં આપવામાં આવશે ,જો કોઈ પૈસા માગે તો ગ્રાહક સુરક્ષા કેન્દ્ર નો કોન્ટેક કરો . કો.નં. 1800114000 ,. 8130009809 અથવા પુરવઠા વિભાગને કે તાલુકા મામલતદારને કરો ફરિયાદ, અથવા ફરિયાદ કરો online: https://lmdca.gujarat.gov.in/faqs.htm પર.. અથવા તમારા રેશનકાર્ડ પર લખેલાં નંબર પર કરો સંપર્ક;