શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ડેડીયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ખેડૂત દિવસ અને વિશ્વ કઠોળ દિવસનું આયોજન કરાયુ;
આદિવાસી મહિલા તાલીમ કેન્દ્ર ના સંયુકત ઉપક્રમે રવિ અને ઉનાળુ પાક પર ખેડૂત દિવસ અને વિશ્વ કઠોળ દિવસનું આયોજન કરાયું;
ડેડિયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને આદિવાસી મહિલા તાલીમ કેન્દ્ર ના સંયુકત ઉપક્રમે રવિ અને ઉનાળુ પાક પર ખેડૂત દિવસ અને વિશ્વ કઠોળ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં કુલ ૧૭૫ જેટલા ખેડૂતમિત્રોએ ભાગ લીધો હતો. કઠોળ આધારિત વાનગીની સ્પર્ધા, પરંપરાગત કઠોળ અને કઠોળની રંગોળી આજના કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું.
પ્રો.એન.ડી.મોદી, સભ્ય બો.ઓ.એમ.,નવસારી કૃષિ યુનર્વિસટી, આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન હતા. ડૉ. વી. ડી. પાઠક, મુખ્ય જુવાર સંશોધન કેન્દ્ર સુરત, ડૉ.અનિલ વસાવા ભૂતપૂર્વ ડી.સી.એફ. સુરત પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ની વિવિધ યોજનાઓ હેઠળ ખેડૂતોને મોટા પાયે પ્રદર્શનનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડૉ. પી.ડી.વર્મા વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાએ તમામ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું અને કઠોળના મહત્વ અને જમીનના સ્વાસ્થ્ય અંગે તેમના મૂલ્યવાન સૂચનો પણ આપ્યા હતા. પ્રો.એન.ડી.મોદી દ્વારા મહિલાઓને પુરસ્કાર તરીકે ૫ ખેત સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમણે રોજિંદા જીવનમાં કઠોળના મહત્વ પર ખૂબ જ ઉત્સાહપૂર્ણ વ્યાખ્યાન આપ્યું હતું અને કઠોળને ભારતીય સંસ્કૃતિ સાથે એકીકૃત કરી હતી.
ડૉ. વી.ડી.પાઠકજીએ ખેડૂત દિવસના ભાગરૂપે દૈનિક આહારમાં જુવારના મહત્વ પર પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમમાં તમામ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો.