ખેતીવાડી

ડેડીયાપાડાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકતા ખેતીના પાક ને જીવંતદાન:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

ડેડીયાપાડાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકતા ખેતીના પાક ને જીવંતદાન મળ્યું છે, જગતનો તાત ખુશ-ખુશાલ.. 

ડેડીયાપાડા ના બોરીપીઠા ગામે ભારે વરસાદ અને પવનથી વીજળીના છ થી સાત થાંભલા ધરાસાઈ થયા; પંથક મા છવાયો અંધારપટ..  કોઈ જાનહાની ન થતાં રાહત ના સમાચાર.. 

 નર્મદા જિલ્લાવાસીઓ ઘણા લાંબા સમયથી વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા ખેતરોમા ખેતીના પાક પણ સુકાઈ રહ્યા હતા ત્યારે ડેડીયાપાડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રિના અને દિવસે ફરી એકવાર વરસાદી માહોલ જામતા અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા ધરતીપુત્રો એ રાહતનો દમ ભર્યો છે. લાંબા સમય પછી વરસાદ થતાં. ખેતીના પાક ને જીવંતદાન મળ્યું છે.

ડેડીયાપાડા સહિત સાગબારા પંથકમાં ગત મોડી રાત્રિના અને દિવસે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. અને નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના બોરિપીઠા ગામના મુખ્ય માર્ગ ઉપર થી પસાર થતી વીજ કંપનીની વીજ લાઈનોના છ થી સાત થાંભલા ધરાસાઇ થઈ ગયા હતા. જેથી વીજ પુરવઠો ખોરવાયો હતો. જોકે વીજ કંપનીના અધિકારીઓને આ બાબતની જાણ થતા વીજ કંપનીએ તરત જ વીજ કંપનીના થાંભલા સ્થાપિત કરવાની કવાયત હાથ ધરી હતી.

               સમગ્ર પંથકમાં પણ વરસાદી માહોલ જામતા ધરતીપુત્રો એ રાહતનો દમ ભર્યો છે, અસહ્ય ગરમી અને બફારા થી ત્રાહિમામ પોકારી ગયેલા લોકોએ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરતા ગરમી થી રાહત અનુભવી હતી.

રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है