શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
ડાંગ જિલ્લા માં વિધાનસભાની ચૂંટણી ના પડઘમ વચ્ચે ઇતિહાસ માં પ્રથમ વખત એકસાથે 500 જેટલાં જંગલ જમીન ખેડતા આદિવાસી ખેડૂતોને હક પત્રક એનાયત કરતા લાભાર્થીઓ માં ખુશી છવાઈ જવા પામી છે.
વર્ષોથી બાપદાદા ની પેઢીથી જંગલની જમીન ખેડાણ કરી રહેલા ડાંગ જિલ્લાના જમીન વિહોણા આદિવાસી ઓને રાજ્ય સરકાર દ્વારા જમીન ના હકપત્રક એનાયત કરતા આદિવાસી ખેડૂતો માં જમીન નો હક મળ્યા નો આનંદો જોવા મળ્યો..
ડાંગ ના આદિવાસીઓ દ્વારા વર્ષોથી જંગલ ની જમીન ના હક માટે મથામણ બાદ આજે 492 આદિવાસી ખેડૂતો ને 243.29 હેકટર જમીન નો હકપત્રક આપવા માં આવ્યો હતો અગાઉ પણ હકપત્રકો આપવામાં આવ્યા હતા પરંતુ આજે મોટી સંખ્યા માં હકપત્રક આપ્યા હતા અગાઉ ના વર્ષો માં થયેલા સર્વે માં જંગલ કપાઈ રહ્યા હતા જે જંગલ ને યથાવત રાખવા આદિવાસીઓને જમીન ના હકો આપવા માં આવ્યા જેથી મૂળ જંગલ ની સાચવણી પણ થઈ શકે છે જંગલ મટે તો આદિવાસીઓની ઓળખ મટી જશે એ હેતુસર રાજય સરકાર આદિવાસી ઓને જમીન ખેડાણ હક આપવામાં આવ્યા છે જેમાં જંગલ નું નિકંદન કરનારા સામે આદિવાસીઓને રક્ષક બનવાની અપીલ સાથે જંગલ બચાવો નો સંદેશ પણ આપવામાં આવ્યો હતો ખેડૂત તરીકે આદિવાસી ની ઓળખ છે પણ આધારપુરવા હતા નહીં તે આધારપુરવા સરકારે આપતા આજે આદિવાસીઓ ઓફિશિયલ ખેડૂતો બન્યા છે. મંત્રી નરેશભાઈ પટેલે ભૂતકાળ ની કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહાર કરી આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસે માત્ર આદિવાસીઓને મતબેન્ક ની રાજનીતિ કરી પછાત રાખ્યા છે, તેમના સાશન માં આજ જંગલ હતું, ત્યારે કેમ આદિવાસી ઓ યાદ નં આવ્યા, ભાજપા સરકારે છેવડાના માનવી ની દરકાર કરી વિકાસ ની હરોળ માં લાવવા નક્કર કામગીરી કરી છે. આજે ડાંગ નો આદિવાસી ખેતી સહીત વિવિધ ક્ષત્રે સફળ થઈ રહ્યો છે, ત્યારે કોંગ્રેસ સહીત અન્ય પક્ષો તેમના વિકાસ માં રોડા નાંખવા પ્રયાસ કરે છે. સરકારે આદિવાસી ઓને જંગલ જમીન આપી છે, તો નદી નાળાઓ પર નાના ચેકડેમો બનાવી સિંચાઈ ની વ્યવસ્થા પણ કરશે, એમાં મારાં કોઈ વનવાસી બંધુઓ એ ભરમાવવા ની જરૂર નથી. આગામી ચૂંટણીમાં દેશના સ્વપ્ન દ્રસ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના વિકાસ ને જલ્લવન્ત મતો થી વિજય બનાવવા અપીલ કરી હતી. આઝાદી બાદ આટલી મોટી સંખ્યામાં જંગલ જમીન ખેડતા આદિવાસી ખેડૂતોને હક્ક પત્રક મળતા ભાજપા સરકાર નો આભાર વ્યક્ત કર્યો હતો. આ હક્ક પત્રક વિતરણ કાર્યક્રમ માં પ્રયોજના વહીવટદાર જે. ડિ. પટેલ, કલેકટર ધર્મેન્દ્રસિંહ જાડેજા, પોલીસ વડા રવિરાજસિંહ જાડેજા,ધારાસભ્ય વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાંવિત, પાર્ટી પ્રમુખ દશરથભાઈ પવાર, મહામંત્રી રાજેશભાઈ ગામીત, હરિરામ સાવંત, તાલુકા પંચાયત પ્રમુખો, સહીત મોટી સંખ્યામાં આદિવાસી હક્ક પત્રક લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.