ખેતીવાડી

ડાંગના ખેડુતો માટે સારો મોકો: આઈ ખેડૂત પોર્ટલ ૨૭ માર્ચથી સહાય યોજનાઓ માટે ઓનલાઈન અરજીઓ શરૂ

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

ડાંગના ખેડુતો માટે સારો મોકો: આઈ ખેડૂત પોર્ટલ ૨૭ માર્ચથી સહાય યોજનાઓ માટે ઓનલાઈન અરજીઓ શરૂ

પ્રદિપ ગાંગુર્ડે, ડાંગ: ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે આઇ ખેડુત પોર્ટલ તા.૨૭/૦૩/૨૦૨૬ થી તા. ૨૬/૦૪/૨૦૨૬ સુધી ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવનાર છે.

વર્ષ ૨૦૨૬-૨૭ માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓ હેઠળ વિવિધ ખેત ઓજાર સાધનો (કમ્બાઈન હાર્વેસ્ટર, કલ્ટીવેટર, રોટાવેટર, લેસર લેન્ડ લેવલર, સબસોઈલર, પોટેટો પ્લાન્ટર, ગ્રાઉન્ડનટ ડીગર, હેરો (તમામ પ્રકાર), પ્લાઉ (તમામ પ્રકાર), પાવર ટીલર), તારની વાડ, સોલાર પાવર યુનિટ, પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન), માલ વાહક વાહન, પમ્પ સેટ્સ પાક સંરક્ષણ સાધનો અને સમાર્ટફોન ખરીદી પર સહાય વગેરે જેવા ૪૨ ઘટકો માટે આઇ ખેડુત પોર્ટલ તા.૨૭/૦૩/૨૦૨૬ થી તા. ૨૬/૦૪/૨૦૨૬ સુધી ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવનાર છે.

ચાલુ વર્ષે આઈ.ખેડૂત પોર્ટલ પર નોંધણી થયેલ ખેડૂતો અને નોધણી બાકી હોય તેવા તમામ ખેડૂતોએ ઓનલાઈન પોર્ટલ પર આધાર ઓથેન્ટિકેશન માટે આધારકાર્ડ સાથે લીંક મોબાઈલ નંબર મારફત OTP દ્વારા અથવા બાયોમેટ્રિક દ્વારા કરી શકાશે.

વર્ષ ૨૦૨૬-૨૭ માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા આધાર ઓથેન્ટિકેશન કર્યા બાદ ધટક માટેની જરૂરી વિગતો ભરી અરજી કરવાની રહેશે.

આથી, ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂત મિત્રોએ આધારકાર્ડ સાથે લીંક મોબાઈલ નંબર પર મળેલ OTP દ્વારા અથવા બાયોમેટ્રિક દ્વારા નોંધણી/અરજી કરવા તમામ ખેડૂતોને જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है