શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લામાં ખેતી પાકોને થતા નુકશાન અને લેપ્ટોસ્પાયરોસીસ રોગ અટકાવવાના ભાગરૂપે ઉંદર નિયંત્રણની કામગીરીનો પ્રારંભ:
ઉંદર નિયંત્રણની કામગીરી હેઠળ જિલ્લાનો અંદાજીત ૫૭૨૩૦ હેક્ટર વિસ્તાર આવરી લેવામાં આવશે:
વ્યારા-તાપી: તાપી જીલ્લામાં જીલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી, જિલ્લા પંચાયત તાપી દ્વારા ખેતી પાકોને થતા નુકશાન અને લેપ્ટોસ્પાયરોસીસ રોગ અટકાવવાના ભાગરૂપે ઉંદર નિયંત્રણની કામગીરીનો પ્રારંભ કરવામાં આવેલ છે. આ કામગીરી આગામે તા.૨૩/૦૬/૨૦૨૨ સુધી કરવામાં આવશે. જે તાપી જીલ્લાના તમામ તાલુકાઓમાં લેપ્ટોસ્પાયરોસીસના કેસો વધુ જોવા મળે છે તેવા વિસ્તારને ધ્યાને રાખી સરપંચશ્રીઓ, તલાટી કમ મંત્રી, ગ્રામ સેવક, આશા વર્કર, વોલેન્ટીયર લીડર, ખેડૂતોને સાથે રાખી આ અભિયાનનો પ્રરંભ કરવામાં આવેલ છે. ઉંદર નિયંત્રણની કામગીરી હેઠળ જિલ્લાનો અંદાજીત ૫૭૨૩૦ હેક્ટર વિસ્તાર આવરી લેવામાં આવશે. આ કામગીરી તેમજ કૃષિ વિભાગની અન્ય યોજનાઓ હેઠળ લાભ લેવા ઇચ્છતા ખેડૂત મિત્રોએ ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવકશ્રી નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, તાપી દ્વારા જણાવાયું છે.