ખેતીવાડી

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા ખાતે ‘વિમેન ઇન એગ્રીકલ્ચર ડે’ ની ઉજવણી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા ખાતે ‘વિમેન ઇન એગ્રીકલ્ચર ડે’ ની ઉજવણી કરાઈ હતી, 

વ્યારા તાલુકાના બોરખડી અને કપુરા ગામની કુલ ૩૬ આદિવાસી ખેડુત મહિલાઓએ ઉમંગભેર ભાગ લીધો:

વ્યારા, તાપી: ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હી પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તાપી જિલ્લામાં વ્યારા ખાતે કાર્યરત છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા દ્વારા આજ રોજ તા. ૪ ડિસેમ્બર, ૨૦૨૧ને ‘વિમેન ઇન એગ્રિકલ્ચર ડે’ તરીકે ‘મહિલાઓનું કૃષિ વિકાસમાં યોગદાન’ના હેતુ સાથે ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વ્યારા તાલુકાના બોરખડી અને કપુરા ગામની કુલ ૩૬ આદિવાસી ખેડુત મહિલાઓએ ઉમંગભેર ભાગ લીધો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. સી ડી પંડયાએ ઉપસ્થિત સર્વેને આવકારી મહિલાઓનું ખેતી અને પશુપાલનમાં મહત્વનું યોગદાન વિશે માહિતી આપી હતી. વધુમાં, તેમણે કેવીકે દ્વારા તાલીમ લઇ વિવિધ ગૃહઉદ્યોગલક્ષી પ્રવૃત્તિઓ કરી આર્થિક ઉપાર્જન કરી રહેલ ખેડૂત મહિલાઓની કામગીરીને બિરદાવી હતી.

કાર્યક્રમના અધ્યક્ષ અને વ્યારા નગરપાલિકાના પ્રમુખ સેજલ રાણા દ્વારા ઉપસ્થિત સર્વે આદિવાસી ખેડુતમહિલાઓને શુભેચ્છા પાઠવી તેઓને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર થકી ખેતી, પશુપાલન, આરોગ્ય અને ગૃહઉદ્યોગલક્ષી વિવિધ તાલીમોનો લાભ લઈ વૈજ્ઞાનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા પર ખાસ ભાર મૂક્યો હતો.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારાના ગૃહવિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક પ્રો. આરતી સોનીએ મહિલાઓની સમાજમાં વિવિધ ભૂમિકાઓ વિશે માહિતી આપી મહિલાઓને પોતાના સ્વાસ્થ્ય માટે સભાન રહી શારીરિક સશક્ત બનવા પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે ખેતી કાર્યમાં મહિલાઓનો શ્રમ ઘટે તેવા ખેત ઓજારો / સાધનોની વિસ્તૃતમાં માહિતી આપી હતી.

આ પ્રસંગે મહિલા સશક્તિકરણના ઉદાહરણરૂપ કપુરા ગામના ઇન્દુ ગામીત, બોરખડી ગામના સવિતા ચૌધરી, જયશ્રી ચૌધરી અને શીલા ચૌધરીએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતાં. કાર્યક્રમનાં અંતે, કેન્દ્રના બાગાયત વિભાગના વૈજ્ઞાનિક ડૉ. ધર્મિષ્ઠા એમ.પટેલ એ આભારવિધિ કરી હતી. કાર્યક્રમમાં કેવીકેના સર્વે વૈજ્ઞાનિકશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન પ્રો. આરતી સોનીએ કર્યું હતું.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है