દક્ષિણ ગુજરાત

માંગરોળનાં કોસંબાનાં દાદરી ફળિયાનો ૧૬ વર્ષીય યુવક સોહેલ ગુમ: 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,માંગરોળ કરૂણેશ ચૌધરી

માંગરોળ તાલુકાનાં કોસંબા પોલીસ મથકનાં કાર્યક્ષેત્ર માં આવતાં કોસંબા થી હથુંરણ જતાં માર્ગ ઉપર દાદરી ફળિયું આવે છે. આ ફળિયા માં રહેતો ૧૬ વર્ષીય સોહેલ નામનો યુવક ઘરે કશું કહ્યા વીનાં ચાલ્યો ગયો છે. પરિવારજનોએ એની શોધખોળ કરતાં એનો કોઈ પતો ન લાગતાં આખરે પરિવારજનોએ આ પ્રશ્ને કોસંબા પોલીસ મથકે સોહેલ ગુમ થયો હોવાની ફરિયાદ આપતાં કોસંબા પોલીસે ફરિયાદ લઈ આ યુવકના ફોટા સાથે યુવક ગુમ થયો છે. એ પ્રકારનાં પોસ્ટરો છપાવી સમગ્ર માંગરોળ તાલુકામાં આવેલા જાહેર સ્થળો ઉપર આ પોસ્ટરો લગાવી જો કોઈને આ યુવકનો પતો મળે તો ૯૭૨૪૬૪૮૪૮૩, ૯૫૫૮૩ ૬૩૪૫૬, ૮૯૦૫૮૬૩૫૧૬ ઉપર તથા કોસંબા પોલીસ મથકનાં ફોન નંબર ૦૨૬૨૯ -૩૧૪૪૪ ઉપર સંપર્ક કરી જાણ કરવા જણાવાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है