શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ , 24×7 વેબ પોર્ટલ
ડેડીયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ખેડૂતોને પાકમાં ઉત્પાદન વધારવામાં જળ અને જમીન વ્યવસ્થાપન અંગે તાલીમ યોજાઈ:
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને આદિવાસી મહિલા તાલીમ કેન્દ્ર,નવસારી કૃષિ યુનિવર્સિટી ડેડીયાપાડા અને એ.આઈ.સી.આર.પી. ઓન.ઈ.વો.મે. સોઈલ એન્ટ વોટર મેનેજમેન્ટ રીસર્ચ યુનિટ ના સંયુક્ત ઉપક્રમે ખેડૂતોને પાક માં ઉત્પાદન વધારવામાં જળ અને જમીન વયવસ્થાપન અગે તાલીમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમની શરૂઆત ડો.વી. કે.પોશીયા (ઈન્ચાર્જ વરિષ્ઠ વેજ્ઞાનિક) અને વડા દ્ર્રારા ખેડૂતોને ખેતીમાં જળ અને જમીન વ્યવસ્થાપન તેમજ સાથે સાથે સ્વચ્છતા અભિયાન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. તથા એન.જી.સવાણી મદદનીશ સંસોધન વૈજ્ઞાનિક,(સો.વો.મે.રી.પો.નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી) દ્વારા ખેડૂતોને ભૂગર્ભ જળ રીચાર્જ તથા ઉપયોગની તકનીક વિશે માહિતી આપેલ હતી અને ડો. એસ.એલ.પવાર, સહ સંસોધન વૈજ્ઞાનિક (સો.વો.મે.રી.પો.નવસારી કૃષિ યુનિવર્સીટી, નવસારી) દ્વારા રવી પાકમાં પાણી નો ઉપયોગ અંગે માહિતી જણાવેલ હતી અને અંતે ખેડૂતોને કે.વી.કે. ફાર્મની મુલાકાત કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કુલ ૬૦ ખેડૂતો હાજર રહ્યા હતા.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા.