ખેતીવાડી

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા અગ્રોનોમીક બાયોફર્ટીફિકેશન વિષય ઉપર ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

 શિયાળુ પાકોમાં મહત્તમ ઉત્પાદન મેળવવા ખેડુત શિબિરનું આયોજન શિયાળુ પાકોમાં મહત્તમ ઉત્પાદન મેળવવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા અને શસ્ત્ર વિજ્ઞાન વિભાગ નામ કૃષિ મહાવિધ્યાલય, નવસારીના સંયુક્ત ઉપક્રમે ચણા અને મકાઇનું ગુણવત્તાસભર ઉત્પાદન મેળવવા માટે અગ્રોનોમીક બાયોફર્ટીફિકેશન વિષય ઉપર તા. ૧૭/૧૧/૨૦૨૬ ના રોજ ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆતમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારાના વૈજ્ઞાનિક પાક ઉત્પાદન પ્રોફેસર કે. એન. રણાએ ઉપસ્થિત મહાનુભાવો અને ખેડૂતોનું સ્વાગત કરવાની સાથે વધતી જતી વસ્તી અને ઘટતી જતી જમીનમાંથી ગુણવત્તાસભર અને વધુ ઉત્પાદન લેવા તથા ટકાઉ ખેતી કરવા માટે વિવિધ પગલાઓ જેવા કે ચણા અને મકાઇ પાકોમાં રોગ અને જીવાત સામે પ્રતિકારકતા ધરાવતી જાતો નિંદામણ વ્યવસ્થાપન વાવણી અંતર તથા સંકલિત ખાતર વ્યવસ્થાપન વિશેની વૈજ્ઞાનિક માહિતી પૂરી પાડી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત ડો. એસ. કે. ચાવડા, વૈજ્ઞાનિક (પાકસંરક્ષણ) એ વિવિધ પાકોમાં સંકલિત રોગ જીવાત નિયંત્રણ વિષે ઉંડાણ પૂર્વક સમજ આપી હતો. વધુમાં તેઓએ પ્રાકૃતીક ખેતી તરફ આગળ વધવા ખેડૂતોને વિનંતી કરી હતી. આ પ્રસંગે શસ્ય વિજ્ઞાન વિભાગમાંથી ઉપસ્થિત ડો. નિતિન ગુડધેએ ખેતી પાકોમાં સુક્ષ્મ તત્વોનું મહત્વ અને તેની અગતા વિશે વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે, હરિત ક્રાંતિ પછી ઘનિષ્ઠ ખેતી પદ્ધતિમાં રાસાયણીક ખાતરના આડેધડ વપરાશ અને સેન્દ્રીય ખાતરના ઘટતા જતા વપરાશથી જમીનમાં સૂક્ષ્મતત્વોની ઉણપ સજામ છે માટે ગુણવત્તાસભર ઉત્પાદન મેળવવા અને ખેતીમાં ખર્ચ ઘટાડવા માટે લો કોસ્ટ પદ્ધતિ જેવી કે બીજ માવજત અથવા સુક્ષ્મ તત્વોના ખાતરોનો યોગ્ય સમયે છંટકાવ કરવો અતિ આવશ્યક છે. આ પદ્ધતિથી ખેડૂતોને માહિતગાર કરવા માટે ચણા અને મકાઢ્ય પાકોમાં સુક્ષ્મતત્ત્વો ધરાવતા ખાતરોની માવજતના કુલ ૩૦ નિદર્શનો ઉચ્છલ અને કુકરમુંડા તાલુકાનાં પાટીબંધારા અને રાસપુર ગામમાં આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં કુલ પપ થી વધુ ખેડૂત ભાઈઓ તથા બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ ખેતીમાં મૂંઝવત્તા પ્રશ્નોનું નિરાકરણ મેળવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है