
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
દેડિયાપાડામાં હોળી-ધુળેટી પહેલા બજારોમાં ખરીદી માટે ઉમટી ભીડ:
હોળી-ધુળેટી પર્વને લઇ દેડીયાપાડા નાં બજારોમાં ભીડ ઉમટી રહી છે. ધાણી,કોપરા, હારડા, ખજૂર સહીત વિવિધ સામગ્રીનું બજારમાં વેચાણ થઇ રહયું છે. આદિવાસીઓ વતન તરફ હોળી ધુળેટીનો પર્વ ઉજવવા રવાના થયા છે.
દેડીયાપાડા તાલુકામાં હોળી- ધુળેટીના પર્વની ઉજવણીનો અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે. નાના બાળકો પીચકારીઓની ખરીદીમાં અને ગૃહિણીઓ હોળી માતાને અર્પણ કરાતી વસ્તુઓની ખરીદીમાં વ્યસ્ત બની છે. પર્વને ધ્યાને રાખી વિવિધ સ્થળોએ હાટડીઓ ઉભી કરવામાં આવી છે. સીઝનેબલ ચીજવસ્તુઓનું તેમાં વેચાણ થઇ રહયું છે.વડોદરા, ભરૂચ, સુરત, અંકલેશ્વરમાં કામ કરતા નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામોનાં મજુર વર્ગ તેમના પરિવાર સાથે પરંપરાગત હોળી ધુળેટી પર્વ ઉજવવા માટે વતન તરફની વાટ પકડી છે. ઉત્સવને અનુલક્ષી ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવામાં આવ્યો છે. ધાણી, ખજૂર, હારડા, કોપરા સહીત વિવિધ સામગ્રીની ખરીદી માટે લોકો ઉમટી રહયાં છે.
દેડીયાપાડામાં હોળી પર્વની ઉજવણીનો અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે. બજારમાં ધાણી, ચણા અને ખજુર જેવી અનેક વસ્તુઓનું વેચાણ થઇ રહયું છે.