શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનીતા રજવાડી
ભરૂચ જિલ્લાનાં વાલીયા પો.સ્ટે. ના છેતરપીંડીના ગુનામાં છેલ્લા આઠ માસથી વોન્ટેડ આરોપીને પકડી પાડતી વાલીયા પોલીસ:
વડોદરા રેંજ પોલીસ મહાનિરીક્ષક શ્રી હરીકૃષ્ણ પટેલ સાહેબ તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબનાઓએ ગુનાના કામે પકડવાના બાકી આરોપીઓને પકડવા સારૂ જરૂરી માર્ગદર્શન સાથે સુચના આપેલ હોય જે અનુસંધાને અંક્લેશ્વર વિભાગના નાયબ પોલીસ અધિક્ષકશ્રી ચિરાગ દેસાઈ સાહેબનાઓના માર્ગદર્શન અને સુચના આધારે આજ રોજ તા.૧૯/૦૫/૨૦૨૧ ના રોજ વાલીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી એસ.કે.ગામીત નાઓએ છેલ્લા નવ માસથી વાલીયા પો.સ્ટે.ના ગુનામાં વોન્ટેડ આરોપીને પકડી પાડવામાં આવેલ છે.
ભરૂચ : ગતરોજ તારીખ તા.૦૩/૦૫/૨૦૨૧ના દિને અમોને અમારા અંગત બાતમીદારથી મળેલ બાતમી આધારે વાલીયા પોલીસ સ્ટેશન FIR NO.- 1119905020657/20) IPC- ૪૦૬, ૪૦૯, ૪૨૦, ૪૬૭, ૪૬૮, ૪૭૧,૧૨૦(બી), ૧૧૪ મુજબ તથા વાલીયા પોલીસ સ્ટેશન Fir NO. 111990411 (iPc -૪૦૬ ૪૦૪૨૦,૪૫,૪૭,૪૬૮,૭૧,૧૨૦(બી),૧૧૪ મુજબના ગુનાઓમાં ખેડૂતોને વિશ્વાસમાં લઈ તેઓને ખેતીના કામ અર્થે ટ્રેક્ટર ખરીદવા લોન અપાવશે તેમ કહી ખેડૂતો પાસેથી તેઓની જમીનોના લોન ઉપયોગી દસ્તાવેજો લઈ અલગ અલગ બેંકોમી બેંકોના કર્મચારીઓ સાથે મેળાપીપણ કરી દસ્તાવેજો ઉપર લોન લઈ દસ્તાવેજો ઉભા કરી તેમાં ચેડા કરીને તેનો ખરા તરીકે ઉપયોગ કરીને મેળવેલ લોન ઉપાડી લઈ ખેડુતોઓને ટ્રેક્ટર નહીં આપી બન્ને ગુનાઓ મળી કુલ રૂપિયા ૧,૨૫,૦૦૦ ની છેતરપીંડી કરી છેલ્લા આઠ માસથી નાસતો ફરતો આરોપી મગનભાઈ કોલીયાભાઈ વસાવા રહે, વાંદરીયા ગામ તાલુકો વાલીયા જીલ્લો ભરૂચનાનો જબુગામ થઈ તેના ઘરે આવે છે તે બાતમી આધારે જબુગામ બસ સ્ટેશન ખાતે છૂપી રીતે વોચમાં રહેલા આ વખતે એક ઈસમ લપાતો છુપાતો આવતો હોય જેથી તેના ઉપર પાકો શક વહેમ જતાં તેને પકડી લેતા તે મગનભાઈ કોલીયામાઈ વસાવા રહે, વાંદરીયા ગામ તાલુકો વાલીયા જીલ્લો ભરૂચનાનો હોય જેથી તેને પો.સ્ટે. લાવી હસ્તગત કરી તેનો કોરોના ટેસ્ટ કરાવતાં તે કોરોના પોઝીટીવ આવેલ જેથી તેને સરકારી દવાખાના ખાતે પોલીસ જાપ્તા હેઠળ કોરોનાની સારવાર સારૂ આઈસ્યુલેટ કરવામાં આવેલ જે આજરોજ કોરોના નેગેટીવ આવેલ હોય જેથી તેને વાલીયા પો.સ્ટેશન ખાતે લાવી આજરોજ અટક કરવામાં આવેલ છે.
મોડસ ઓપરેન્ડી ખેડૂતોને વિશ્વાસમાં લઇ તેઓને ખેતીના કામ અર્થે ટ્રેક્ટર ખરીદવા લોન અપાવશે તેમ કહી ખેડૂતો પાસેથી તેઓની જમીનોના લોન ઉપયોગી દસ્તાવેજો લઇ અલગ અલગ બેંકોમાં, બેંકોના કર્મચારીઓ સાથે મેળાપીપણા કરી દસ્તાવેજો ઉપર લોન લઈ તેમજ ખોટા દસ્તાવેજો ઉભા કરી તેમાં ચેડા કરી તેમજ તેનો ખરા તરીકે ઉપયોગ કરી લોન લઈ ખેડુતોને ટ્રેક્ટર નહીં આપવાનો.
કામગીરી કરનાર અધિકારી કર્મચારી: પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.કે.ગામીત, અ.હે.કો. મયંકકુમાર દિનેશચંદ્ર તથા આ પો કો ગુલાબભાઇ મગનભાઇ તથા આ પી.કો. નિકુલભાઇ દિલીપભાઇ