શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
દેડીયાપાડા પો.સ્ટે. વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વેચાણ અને હેરા-ફેરીના કલ ૩૭ ગુનાઓના કુલ કિંમત રૂપીયા ૨૭,૯૪,૯૧૫/- ના ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂ મુદામાલનો નાશ કરતી દેડીયાપાડા પોલીસ;
દેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી અને વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણની ગેરકાયદેસરની પ્રવૃત્તિને અટકાવવા સારૂ દેડીયાપાડા પોલીસ દ્વારા અવાર નવાર કેસો શોધવાની કામગીરી કરવામાં આવેલ છે અને સને ૨૦૨૦-૨૧ ના વર્ષમાં નોંધાયેલ ઇંગ્લીશ દારૂના કુલ ૩૭ ગુનાઓનો કુલ મુદ્દામાલ જેમાં વિદેશી બોટલ નંગ ૧૯૯૬૦ કિમત રૂપીયા ૨૩,૯૪,૬૨૫-, બીયર નંગ – ૧૪૩૨ કિમત રૂપીયા ૧,૪૩,૨૦૦/- હોલ નંગ – ૪૦૫ કિમત રૂપીયા ૧,૯૩,૦૯૦ – મળી કુલ જથ્થો કિમત રૂપીયા ૨૭,૩૦,૯૧૫/- નો મુદ્દામાલશ્રી ડી.એસ.બારીઆ સાહેબ સબ ડીવીઝનલ મેજેસ્ટ્રેટ શ્રી દેડીયાપાડા, શ્રી રાજેશ પરમાર સાહેબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી,તથા શ્રી પી.પી.ચૌધરી સાહેબ સર્કલ પોલીસ ઇન્સપેક્ટર શ્રી દેડીયાપાડા, નશાબંદી અને આબકારી ખાતાના અધિકારી શ્રી તથા શ્રી એચ.વી.તડવી પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી દેડીયાપાડા પોલીસ સ્ટેશન નાઓની હાજરીમાં દેડીયાપાડા નજીક આવેલ રાલ્દા ગામની સીમમાં નાશ કરવામાં આવેલ છે.